________________
૧૪૦
શ્રી ઋષભનાથ ચરિત્ર જિનના દેહ આદિના અતિશ અને
દે સાથે ક્રીડા યુગાદિનાથનો દેહ સ્વેદ–રોગ અને મળથી રહિત, સુગંધી, સુવર્ણકમળની જેમ સુંદર આકારવાળે છે. માંસ અને લેહી જેવા ગાયના દૂધની ધારા વેત અને દુર્ગધ રહિત હોય છે, આહાર અને નિહારની વિધિ નેત્રને અગોચર હોય છે, વિકસિત કમળની સુગંધ સરખે સુગંધી શ્વાસ હોય છે. એ ચાર અતિશય તીર્થકરને જન્મ સાથે હોય છે.
વજનદષભનારાચ સંઘયણને ધારણ કરતા પ્રભુ જાણે પૃથ્વીના પતનના ભયથી મંદ મંદ ચાલે છે. બાળક હોવા છતાં પણ ગંભીર મધુર ધ્વનિપૂર્વક પ્રભુ બેલે છે. સ્વામીને સમચતુરસ્ત્ર સંસ્થાન અત્યંત શોભે છે, સરખી વયવાળા થઈને આવેલા દેવકુમાર સાથે તેઓના ચિત્તને રંજન કરવા માટે ઋષભસ્વામી ક્રીડા કરે છે. ધૂળથી - વ્યાપ્ત છે સર્વ અંગે જેનાં, ઘૂઘરમાળને ધારણ કરતા કીડા કરતા પ્રભુ, અંદર રહેલી છે મદની અવસ્થા જેને એવા હાથીના બચ્ચાની જેમ શેભે છે. સ્વામી જે કાંઈ લીલા વડે હાથથી ગ્રહણ કરે છે, તેને લઈ લેવા માટે મહર્થિક દેવ પણ સમર્થ નથી. જે પ્રભુના બળની પરીક્ષા કરવા માટે આંગળીને પણ ગ્રહણ કરે છે. તે ધાસના પવનથી -રજકણની માફક દૂર જાય છે.
કેટલાક દેવકુમારે વિચિત્ર દડા વડે પૃથ્વી પર