________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
કેટલાક કે પ્રભુને જવા માટે અતૃપ્ત હિય તેમ-જેથંભી ગયા હોય તેમ મેત્રોને બીજી તરફ લઈ જવા સમર્થ થતા નથી. આ પ્રમાણે પ્રભુમુખને જોવા માટે ઉત્સુક દેવ-દેવીઓના સમૂહથી પશ્વિલે પરમ પ્રમાદ વડે દિવ્યગતિથી ગગન ભાગે જતો દેવેન્દ્ર અનુક્રમે મેરુપર્વત ઉપર પહોંચે.
ત્યાં પાંડુક વનમાં ચૂલિકાની દક્ષિણ દિશામાં બરફ સરખી વેત એસિપાંડુકંખલા શિલા ઉપર મણિરત્નના કિરણરૂપી જળથી હૈયેલી હોય તેવી, સુવર્ણમય સિંહાસન ઉપર ખોળામાં જિનેશ્વરને સ્થાપના કરી હર્ષના વશથી વિકસિત છે બે નેત્ર જેનાં એવો ઈંદ્ર પૂર્વાભિમુખ બેસે છે. ઈશાનકલ્પ આદિના ઈંદ્રોનું મેરુશિખર ઉપર આગમન
એ વખતે મહાઘેલા ઘંટાના નાદથી જણાવાયેલા અઠયાવીસ લાખ વિન્માનવાસી દેવેથી પરિવરેલ, શૂલને ધારણ કરનાર, વૃષભના વાહનવાળ, પુષ્પક નામના આભિગિક દેવે કરેલા પુષ્પક વિમાન વડે ઈશાનકલ્પનો અધિપતિ ઇંદ્ર ઈશાનકલ્પની દક્ષિણથી તીચ્છમાર્ગ વડે નીકળીને નંદીશ્વરદ્વીપમાં ઈશાન ખૂણામાં રહેલા રતિકર પર્વત ઉપર આવીને સૌધર્મેદ્રની જેમ વિમાનને સંહારીને સુમેરુ શિખર ઉપર જલદી જિનેશ્વર પાસે આવે છે.
આ પ્રમાણે બાર લાખ વિમાનવાસી દેવેના સમૂહની સાથે સનકુમાર દેવેન્દ્ર સુમને વિમાન વડે, આઠ લાખ વિમાનવાસી દેવે વડે પરિવલે માહેન્દ્ર શ્રીવત્સ વિમાન