________________
પુસ્તક તરીકે સારી રીતે સંસ્કૃત-પ્રાકૃત પાઠશાળાઓમાં ચાલે છે. આ પૂ. આચાર્યદેવશ્રી સપરિવાર વિ. સં. ૨૦૩૨ ની સાલમાં માઘમાસમાં શ્રી શત્રુંજ્ય તીર્થાધિરાજ ઉપર નૂતન બાવન જિનાલયની પ્રતિષ્ઠા પ્રસંગે પધારેલ, તે વખતે મારે તેઓશ્રી સાથે વિશેષ પરિચય થ અને પૂ. આચાર્યદેવ તથા તેઓશ્રીના શિષ્યરત્ન પૂ. આ. શ્રી વિજયચંદ્રોદયસૂરિજી મ. શ્રીએ સિરિરાયશ્વેિના અનુવાદનું કામ મને સેપ્યું. હું અનેક પ્રવૃત્તિઓમાં ખૂચેલ હોઈ તે કાર્ય મેં ચોમાસા દરમ્યાનમાં પૂર્ણ કરવા કરેલ. પરંતુ પૂજ્યશ્રીની પ્રેરણા અને આશીર્વાદથી તે કાર્ય મહા વદ ૫ના દિવસો શરૂ કરી ચૈત્ર વદ પના પૂર્ણ કર્યું અને તે દરેક અનુવાદની ને પૂજ્યશ્રીએ જાતે તપાસી સંતોષ વ્યક્ત કર્યો. આજે તે ગ્રેન્થ પણ છપાઈ રહ્યો છે.
ત્યારબાદ અમદાવાદ જતાં વચ્ચે સોજીત્રામાં પૂ. આચાર્યદેવ શ્રી વિજયકસ્તૂરસૂરીશ્વરજી મ. શ્રી કાલધર્મ પામ્યા.
અમદાવાદ પહોંચ્યા પછી તેઓશ્રીના વ્યાખ્યાનકલાદક્ષ વિદ્વાન શિષ્યરત્ન પૂ. આચાર્યદેવ શ્રી વિજયચંદ્રોદયસૂરિજી મહારાજશ્રીએ સિરિયસનાહિરિને અનુવાદ કરવાનું પણ પૂજ્ય ધર્મરાજા ગુરુદેવની આજ્ઞાનુસાર મને જ સુપરત કર્યું. તે અનુવાદ પૂ. સ્વગીય આચાર્ય