________________
તેઓશ્રીએ પ્રથમ પર્વમાં શ્રી ગહષભદેવ ચરિત્ર સવિસ્તર આપેલ છે. તેના અભ્યાસથી ભગવંતના ચરિત્રના બોધ સાથે જૈનશાસ્ત્ર સંબંધી ભૂળ, ખગોળ, તત્ત્વજ્ઞાન આદિ ઘણે સુંદર બંધ થઈ શકે તેમ છે.
શાસનસમ્રાટું દીર્ઘદૃષ્ટા સ્વ. પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજય નેમિસૂરીશ્વરજી મહારાજશ્રીના પટ્ટધર સ્વ. પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજ્ઞાનસૂરીશ્વરજી મ. શ્રીના પટ્ટધર શાંતતમૂર્તિ, સૌમ્યપ્રકૃતિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી વિજયકસ્તૂરસૂરીશ્વરજી મહારાજશ્રીએ ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્રના આધારે પ્રાકૃત ભાષામાં ગદ્યબંધ સિરિ નહિંવરિયં ની સુંદર રચના કરી છે. પ્રાકૃત ભાષાના અભ્યાસીઓ માટે આ ગ્રન્થ ઘણે જ ઉપયોગી છે. વ્યાખ્યાનમાં વાંચવા માટે સરલ-સુબોધ ગ્રન્થ છે.
પૂ. આચાર્યદેવશ્રીએ પ્રાકૃતના અભ્યાસીઓ માટે અનેક પ્રાકૃત ગ્રન્થોની રચના કરી છે. સૌથી પ્રથમ પ્રાકૃત ભાષાના જ્ઞાન માટે પ્રાકૃત વિજ્ઞાન પાઠમાળાની રચના કરી છે. જેની અનેક આવૃત્તિઓ બહાર પડી ચૂકી છે. અત્યારે તે પ્રાકૃતના અભ્યાસ માટે સર્વસામાન્ય તે ગ્રન્થ થયેલ છે. તેને સાંગોપાંગ અભ્યાસ કરવાથી પ્રાકૃત સાહિત્યના વાંચનમાં સરળતાથી પ્રવેશ થાય છે. તેને અભ્યાસ કર્યા પછી અભ્યાસકે પ્રાકૃતમાં સારી રીતે વાંચન કરી શકે તે માટે પાઈઅવિન્નાણકહા, સિરિચંદરાયચરિયું અને સિરિઉસહનાહચરિય આદિ ગ્રન્થ તેઓશ્રીએ પ્રાકૃત ભાષામાં રચ્યા છે, જે આજે પાય