________________
પ્રાસ્તાવિક માનવજીવનના વિકાસ માટે મહાપુરુષનાં ચરિત્રોનું વાચન અત્યંત ઉપયોગી છે. જગતમાં ઉત્તમ પુરુષની
ગણતરીમાં ૨૪ તીર્થકર, ૧૨ ચક્રવત, ૯ વાસુદેવ, ૯ પ્રતિવાસુદેવ અને ૯ બળદેવ એમ ત્રેસઠ શ્રેષ્ઠ પુરુષે છે. તેમાંય સૌથી ઉત્તમત્તમ પુરુષ શ્રી તીર્થકર પરમાત્મા છે. સર્વ જીને શાસનના રસિક બનાવી મોક્ષ. પમાડવાની ભાવના તેઓના આત્મામાં સતત ચાલુ હોય છે. અને તેવી પ્રબળ ભાવનાના ગે તીર્થંકરનામકર્મને બંધ કરી તીર્થંકર પદ પામી અનેક આત્માએના તારક બને છે.
આ અવસર્પિણી કાળમાં આ ભારતક્ષેત્રમાં ૨૪ તીર્થકર ભગવંત થયા છે, તેમાં સૌથી પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ પરમાત્મા થયા છે. જેમણે વ્યવહારમાર્ગ, નીતિમાર્ગ, રાજ્ય વ્યવસ્થા તથા ધર્મમાર્ગ બતાવ્યા છે. તેથી આ અવસર્પિણી કાળમાં સર્વ પ્રાણીવર્ગ ઉપર તેમને સૌથી મહાન ઉપકાર છે.
તીર્થકર ભગવંતેના ચરિત્ર અંગે અનેક સંસ્કૃતપ્રાકૃત આદિ ભાષામાં લખાયેલા ગ્રન્થ છે. તેમાં કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવંત હેમચંદ્રસૂરીશ્વરજી મ. વિરચિત ત્રિષષ્ટિશલાકા પુરષ ચરિત્ર અગ્ર સ્થાન ધરાવે છે.