________________
૧૧૪
શ્રી ઋષભનાથ ચરિત્ર
इलादेवी सुरादेवी, पुढवी पउमावई । एगनासा नवमिगा, भद्दा सीयत्ति नामओ ||५॥
“ ઈલાદેવી, સુરાદેવી, પૃથ્વી, પદ્માવતી, એકનાસા, નવમિકા, ભદ્રા અને સીતા નામથી છે.” પ
તેઓ જિનવર અને જિનવરની માતાને પ્રણામ કરીને પૂર્વાંની જેમ વિજ્ઞપ્તિ કરીને હાથમાં પંખા લઈને જિનેકના ગુણો ગાતી પશ્ચિમ દિશામાં ઊભી રહે છે.
ઉત્તર રુચક પત ઉપરથી આઠ દિશાકુમારી પણ અભિયાગિક દેવાએ વિષુવેલા વિમાના સાથે જલદી ત્યાં આવી. તેઆનાં નામેા :
अलंबुसा मिस्सकेसी, पुंडरीगा य वारुणी । हासा सव्वपहा चेव, सिरी हिरि ति नामओ ॥६॥
“ અલ'જીસા, મિશ્રકેશી, પુ'ડરીકા, વારુણી, હાસા, સવ°પ્રભા, શ્રી અને હી એ પ્રમાણે નામથી છે” ૬
તે જિનેન્દ્ર અને જિનેન્દ્રની માતાને નમીને પૂની જેમ કહીને ગાયન કરતી હાથમાં ચામર ધારણ કરી ઉત્તરદિશામાં ઊભી રહે છે.
રુચકગિરિની વિદિશામાંથી ચાર દિશાકુમારીએ આવી. તેઓનાં નામે :
चिता चित्तकणगा, सएरा सोतामणी तहा।
66
ચિત્રા, ચિત્રકનકા, સતેરા, તેમજ સૌત્તામણી.”