________________
શ્રી કષભનાથ ચરિત્ર
૧૧૪
પૂર્વક પર્વત ઉપરથી આઠ દિકુમારીએ પણ વિમાને સાથે ત્યાં આવી. તેઓનાં નામ – नंदा य उत्तरानंदा, आणंदा नंदिवद्धणा । विजया वेजयंती अ, जयंती चापसइआः ॥शा
“નંદા, ઉત્તસનંદા, આનંદા, નંદિવર્ધના, વિજયા, વૈજયંતી, જયંતી અને અપરાજિતા. ૩
તેઓ પ્રભુ અને મરુદેવાને નમસ્કાર કરીને પૂર્વની જેમ કહીને હાથમાં દર્પણ સખી, મંગળને ગાતી પૂર્વદિશામાં ઊભી રહે છે
દક્ષિણ રુચક પર્વત ઉપર રહેલી આઠ દિકુમારીઓ હર્ષ વડે ત્યાં આવી. તેઓનાં નામે – समाहारा सुपयत्ता, सुप्पबुद्धा जसोहरा । लच्छीवई सेसवई, चित्तगुत्ता वसुंधरा ॥४॥
“સમાહારા, સુપ્રદત્તા, સુપ્રબુદ્ધ, યશોધરા, લક્ષ્મીવતી, શેષવતી, ચિત્રગુપ્તા અને વસુંધરા” ૪
તેઓ જિનેશ્વર અને જિનમાતાને પ્રણામ કરીને પૂર્વની જેમ નિવેદન કરીને, હાથમાં કળશ રાખી, જિનગુણ ગાતી દક્ષિણ દિશામાં ઊભી રહે છે.
પશ્ચિમ રુચક પર્વત ઉપર નિવાસ કરનરી આઠ દિશાકુમારી ભક્તિ વડે પરસ્પર સ્પર્ધા કરતી આવી તેઓનાં નામે –...