________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૧૧૫
તેઓ જિન અને જિનમાતાને પ્રણામ કરી, તેમજ વિજ્ઞપ્તિ કરીને હાથમાં દીપક રાખી, જિનગુણગાતી ઈશાન આદિ વિદિશાઓમાં ઊભી રહે છે. ' વળી ચાર દિશાકુમારી રુચકદ્વીપમાંથી આવી, તેઓનાં નામ :रूवा रूवासिगा यावि, सुरूवा रूवगावई ॥७॥ - “રૂપ, રૂપાસિકા, સુરૂપ, અને રૂપકાવતી” ૭
તેઓ ચાર અંગુલ વજીને જિનવરના નાભિનાલને છેદીને ખાડાની અંદર નાંખે છે, તે ખાડાને રત્ન વડે પૂરીને તેની ઉપર દુર્વાવડે પીઠિકાબંધ કરે છે. વળી તેઓ જિનવરના જન્મગૃહથી પૂર્વ, દક્ષિણ અને ઉત્તરદિશામાં ત્રણ શ્રીગૃહ જેવા કદલીગૃહ વિક છે. તે દરેકની અંદર સિંહાસનથી વિભૂષિત વિશાળ ચોતરે બનાવે છે. - તે પછી તેઓ જિનેશ્વરને હાથની અંજલિમાં સ્થાપન કરીને માતાને દાસીની જેમ હાથનો ટેકે આપી દક્ષિણ ચાતરા ઉપર લઈ જાય છે. જિનને અને જિનમાતાને સિંહાસન ઉપર બેસાડી તેઓ સુગધી લક્ષપાક તલ વડે અત્યંગ કરે છે. તે પછી ઘણા આનંદથી પ્રમુદિત થઈ તેઓ દિવ્ય ઉદ્દવન વડે બનેને ઉવર્તન કરે છે, તે પછી પૂર્વદિશાના ચેહરા ઉપર લઈ જઈને સિંહાસન ઉપર તે બન્નેને બેસાડીને નિર્મળ સુધી જળવડે