________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
સાગરચંદ્ર પણ પિતાને ઉપદેશ સાંભળીને મનમાં વિચારવા લાગ્યું કે- આ ઉપદેશથી પિતાએ કોઈ દુષ્ટજન પાસેથી કન્યાને છોડાવવા સંબંધી સર્વ વૃત્તાંત જાણું લીધે હોય તેમ હું માનું છું. પિતાને અશોકચંદ્રની. સોબત સારી લાગતી નથી તે પણ એમ થાઓ; એમ ક્ષણવાર મનમાં વિચારીને, સાગરચંદ્ર પણ વિનયપૂર્વક પિતાને કહ્યું : પિતા જે આદેશ કરે તે મારે કરવું જ જોઈએ, કારણ કે હું તમારે પુત્ર છું. જ્યાં ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન થયું તે કાર્ય કરવાથી સયું ! પરંતુ હે પિતા! ક્યારેક અકસ્માત તેવા પ્રકારનું કાર્ય ઉપસ્થિત થાય છે કે જ્યાં જરા પણ વિચાર કરવા માટે સમય પસાર કરવો પાલવતો નથી. વિચાર કરતાં કેઈ કાર્યને સમય પસાર થઈ જાય છે, આવા પ્રકારનો વખત આવ્યે છતે, પ્રાણસંશય પ્રાપ્ત થયે છતે પણ હું તે જ કરીશ કે જે આપને લજજા પમાડે તેવું નહિ હોય. વળી મારી અશેકદત્ત સાથે જે મિત્રતા છે, તે સાથે રહેવું, સાથે જ બાળપણથી રમતક્રીડા કરવી, અને વારંવાર એકબીજાનું દર્શન, એ જ કારણ છે. સમાન જાતિ, સરખી વિદ્યા, સમાન આચાર અને સમાન વય, પક્ષમાં પણ ઉપકારીપણું અને સુખ-દુઃખમાં સમાન ભાગી થવું એ મિત્રતા ઉત્પન્ન કરે છે. એનામાં હું જરા પણ દુર્ગણ તે નથી, આપને કોઈએ અસત્ય કહ્યું જણાય છે. અથવા તે તેવા પ્રકારને માયાવી હોય તે ભલે હો, એક ઠેકાણે સ્થાપના કર્યા છતાં પણ કાચ એ કાચ જ છે અને મણિ એ મણિ છે.