________________
શ્રી ઋષભનાથ ચરિત્ર આ પ્રમાણે પુત્રે કહ્યા પછી શેઠ તેને કહે છે કેતુબુદ્ધિશાળી છે, તે પણ સર્વ જગ્યાએ સાવધાન થવું જોઈએ, કારણકે બીજાનું ચિત્ત જોઈ શકાતું નથી.
હવે પુત્રના ભાવને જાણનારા શેઠે પુત્રને માટે શીલ આદિ ગુણોથી વિભૂષિત પ્રિયદર્શના કન્યાની પૂર્ણ ભદ્રશેઠ પાસે માગણી કરી. પહેલાં પણ તમારા પુત્રો મારી પુત્રી ઉપર ઉપકાર કરવા દ્વારા મારી પુત્રીને ખરીદી જ છે એમ બોલતાં પૂર્ણ ભદ્રશેઠે તેમનું વચન કબૂલ કર્યું.
સાગરચંદ્રને પ્રિયદર્શન સાથે વિવાહ
તે પછી પ્રશસ્ત તિથિ, વાર, નક્ષત્ર હેતે છતે શુભ લગ્નમાં માત-પિતાએ સાગરચંદ્રને પ્રિયદર્શન સાથે વિવાહ કરાવ્યું. ઈચ્છિત વિવાહ થવાથી તે વધૂ-વર ઘણે આનંદ પામ્યા. સમાન ચિત્ત હોવાથી અભેદ ભાવને પામેલા તેઓને નેહભાવ પરસ્પર વધવા લાગ્યું. શીલવંત, રૂપવંત અને સરળ એવા તે બંનેને અનુરૂપ સંયોગ વિધિના ગે થયે.
અશકદત્તનું એકાંતમાં પ્રિયદર્શનાને મળવું
હવે એક વખત સાગરચંદ્ર કાર્ય નિમિત્ત બહાર - નીકળ્યો, ત્યારે અશકદત્ત તેના ઘરે આવીને પ્રિયદર્શનાને કહે છે કે તારો પ્રિય સાગરચંદ્ર ધનદ શેઠની વહુ સાથે -એકાંતમાં જે મંત્રણા કરે છે, ત્યાં તેનું શું કારણ હશે?
તે વખતે સ્વભાવે સરળ એવી તે પ્રિયદર્શના કહે છે કે તે તમારા મિત્ર જાણે, અથવા હમેશાં તેનું બીજું