________________
૯૦
શ્રી ઋષનાથ ચરિત્ર
ગ્ય નથી, શક્તિશાળી હોવા છતાં પણ વણિકે પિતાની શક્તિ બતાવવી ન જોઈએ. વળી સરળ એવા મારા પુત્રનો અશકદત્ત સાથેનો સંગ, કેળના ઝાડનો બેરડીના. ઝાડના સાથેના સંગની જેમ સારો નથી. આ પ્રમાણે વિચારીને તે શેઠ સાગરચંદ્રને બેલાવીને શાંત ઉપાયપૂર્વક શિખામણ આપતાં કહે છે –
ચંદનદાસને પુત્રને ઉપદેશ હે પુત્ર! સર્વ શાસ્ત્રાનુસારી વ્યવહારવડે તું પિતે. હોંશિયાર છે, તો પણ હું તને કાંઈક જણાવું છું. હે પુત્ર! આપણે વણિક છીએ. તેથી કળાની કુશળતાથી જીવન જીવતા, ઉદ્ભરતા રહિત આચાર અને વેશવાળા થઈ, ટીકાપાત્ર ન થઈએ તેવી રીતે આપણે રહેવું જોઈએ, યૌવનમાં પણ ગુપ્ત પરાક્રમવાળા થવું જોઈએ. સ્ત્રીઓને શરીરની જેમ આપણી સંપત્તિ, કામગ અને દાન ગુપ્ત હોય તે જ તે શોભાને માટે થાય છે. પિતાની. જાતિને અનુરૂપ ન હોય એવું કાર્ય કરવામાં આવે તો. તે શેભા પામતું નથી, જેવી રીતે ઊંટના પગે બાંધેલું ઝાંઝર શોભતું નથી, સ્વભાવથી વક્ર ચિત્તવાળા દુર્જનોનો સંસર્ગ હિતકારી નથી, આ અશોકદર કુષ્ઠરોગ જેમ શરીરને દૂષિત કરે છે તેમ તને સમયે દૂષિત કરશે. માયાવી પુરુષને વેશ્યાની જેમ મનમાં જુદું, વચનમાં જુદું અને આચરણમાં જુદું હોય છે, આથી તારે તેને. વિશ્વાસ ન કરે.