________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
તે કીડાઓ રત્નકંબલમાં ચોંટી ગયા. તે ગાયના મડદા ઉપર તે કીડાઓને ફરીથી તેવી જ રીતે પાડ્યા. અહો ! વૈિદ્યની બુદ્ધિનું કુશળપણું! ફરીથી પણ છવાનંદ વૈદ્ય ગેશીષચંદન વડે મુનિને આશ્વાસન પમાડયું.
ફરીથી તેલના વિલેપન વડે હાડકાની અંદર રહેલા કીડાઓ પણ નીકળ્યા. ફરીથી ઢાંકવાના પ્રકારે રત્નકંબલમાં વળગેલા કીડાઓને ગાયના કલેવર ઉપર નાખ્યા. તે પછી ફરીથી તે જીવાનંદ વધે પરમ ભક્તિ વડે ગાશીષચંદનના રસ વડે તે મુનિને વિલેપન કર્યું. સંહિણી ઔષધિ વડે ઉત્પન્ન થઈ છે નવી ચામડી જેને એવા કાંતિવાળા તે મુનિ વિશુદ્ધ કાંચનની પ્રતિમાની જેમ ભવા લાગ્યા. ભક્તિના સમૂહથી ભરેલા તેઓએ તે મુનિવરને ખમાવ્યા. તે પછી મુનિરાજે અન્યત્ર વિહાર કર્યો.
તે પછી તે બુદ્ધિમાનેએ બાકી રહેલ ગશીર્ષચંદન અને રત્નકંબલ વેચીને સુવર્ણ ખરીદ કરે છે. તે સુવર્ણ વડે અને પિતાના સુવર્ણ વડે મેરુપર્વતના શિખર જેવા ઊંચા જિનચૈત્યને કરાવે છે. તે પછી તે મહાશ. હંમેશાં જિનપ્રતિમાની પૂજા કરતા, ગુરુની સેવા કરતા કેટલાક કાળ પસાર કરે છે. છવાનંદ વગેરે મિત્રોનું સંયમગ્રહણ અને અગ્રુત
દેવલોકમાં ઉત્પત્તિ, એક વખતે તે વિશુદ્ધ પરિણામવાળા મિત્રે સંવેગ ઉત્પન્ન થવાથી સાધુ ભગવંત પાસે મનુષ્યજન્મરૂપી વૃક્ષના