________________
શ્રી ઋષભનાથ ચરિત્ર નિ મહાપુરુષમાં ઉત્તમ તેઓ જીવાનંદ સહિત ઔષધસામગ્રી ગ્રહણ કરીને જ્યાં તે મુનિવર હતા ત્યાં તેઓ ગયા. વડના ઝાડની નીચે કાત્સર્ગ વડે રહેલા, ધ્યાનસમાધિયુક્ત, ધ્યાનમાં જ લીન થયેલા તે મુનિવરને પ્રણામ કરીને કહે છે –
- હે ભગવંત ! આજે પૂજ્યને ચિકિત્સાની ક્રિયાવડે ધર્મમાં અંતરાય કરશું. પુણ્યવડે અનુગ્રહ કરે. .
આ પ્રમાણે મુનિની અનુજ્ઞા લઈને હવે તેઓ એક તાજા ગાયના મડદાને લાવ્યા. મુનિવરના દરેક અંગે તેણે તે તેલ વડે અભંગ કર્યું. અતિ ઉષ્ણ વીર્યવાળા તે તેલથી મુનિ સંજ્ઞારહિત થયા. “ઉગ્ર વ્યાધિને શાંત કરવા માટે અતિ ઉગ્ર ઔષધ ઉચિત છે. તે તેલવડે વ્યાકુળ થયેલા કૃમિએ શરીરમાંથી બહાર નીકળ્યા, તે પછી જીવાનંદે રત્નકંબલ વડે ચારે બાજુથી મુનિને ઢાંકી દીધા. હવે તે કૃમિઓ રત્નકંબલના શીતપણાથી તેમાં જ વળગી ગયા. છવાનંદ વેવે કંબલને ધીમે ધીમે હલાવી ગાયના કલેવર ઉપર કૃમિઓને પાડ્યા. તે પછી જીવાદે અમૃતરસની જેમ પ્રાણીઓના જીવન સમાન ગોશીષચંદનના રસ વડે તે મુનિને આશ્વાસન પમાડયું. આ પૂર્વે જે કીડાઓ નીકળ્યા, તે ચામડીમાં રહેલા હતા. એમ વિચારીને ફરીથી મુનિને તેલનું વિલેપન ર્યું. તે વિલેપનથી ફરીથી ઘણા માંસમાં રહેલા કીડાઓ પણ નીકળ્યા. તેવી જ રીતે ફરીથી રત્નકંબલ ઢાંકવાથી