SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૫ અષ્ટમ પ્રસ્તાવ એટલે મંત્રીએ કહ્યું કે-“એ શ્લેક વારંવાર બાલો, આથી તે સાત વાર બોલી મનમાં ક્રોધ લાવીને મૌન રહ્યો. એટલે મંત્રીએ વિચાર્યું કે-એના ભાગ્યમાં એટલું જ છે એમ ધારી તેને સાત લક્ષ દ્રવ્ય અને સાત વર્ષાસન બાંધી આપ્યાં. એકદા સ્તંભતીથપુરમાં મંત્રીએ શ્રી દેવેંદ્રસૂરિ પાસે અમૃત સમાન ધર્મદેશના સાંભળી કે-“અરિહંતાદિ વિશ સ્થાનકે વિધિપૂર્વક આરાધવાથી સુજ્ઞ પ્રાણ ત્રણે જગતને ક્લાય એવી તીર્થકર પદવી પામી શકે છે.” કહ્યું છે કે-૧અરિહંત, સિદ્ધ, પ્રવચન, આચાર્ય, પસ્થવિર, બહુશ્રુત (ઉપાધ્યાય), અને પ્તપસ્વી (મુનિ) એ સાતની ભક્તિ કરવી, તથા “અભિનવ જ્ઞાનપગ, દર્શન, વિનય, ૧૧આવશ્યક (ક્રિયા), ૧૨નિરતિચાર બ્રહ્મચર્ય, લક્ષણલવ ધ્યાન, ૧૪તપવૃદ્ધિ,૧૫પાત્રદાન, વૈયાવચ્ચ, ૧ળસમાધિ, ૧૮ અપૂર્વ જ્ઞાનગ્રહણ, ૧૯શ્રતભક્તિ અને પ્રવચનપ્રભાવનાઆ પ્રમાણેનાં વીશ સ્થાનકે સેવવાથી જીવ તીર્થંકર પામી શકે છે. એ વીશ સ્થાનકમાં પ્રથમ વિવેકી જેને જિનભક્તિ કરવી, એટલે સમ્યક્ત્વની શુદ્ધિ નિમિતે ત્રિકાળ જિનપૂજન કરવું. કહ્યું છે કે ત્રિકાળ જિનપૂજા કરતાં સમ્યકત્વ શુદ્ધ થાય છે અને શ્રેણિક રાજાની જેમ પ્રાણી તીર્થંકર નેત્ર બાંધે છે. હે મંત્રિન્ ! એ પ્રથમ સ્થાનકના આરાધનમાં ભગવંતનાં નામ સ્મરણ વગેરેથી વિશેષ રીતે ત્રિધા શુદ્ધ જિનભક્તિ કરવી. દ્રવ્ય અને ભાવ એમ જિનભક્તિ બે પ્રકારે કહેલી છે. તેમાં પ્રથમ દ્રવ્યભક્તિ જિનચેત્ય કરાવવાથી,
SR No.023188
Book TitleVastupal Charitra
Original Sutra AuthorN/A
AuthorMahodayvijay
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy