________________
' અષ્ટમ પ્રસ્તાવ
૪૧૫
શકતી નથી અને વિષના નિકટપણાથી જાણે તેનામાં ઝેરના ગુણ આવ્યે હાય તેમ તે પુરુષાના ચૈતન્યને આચ્છાદિત કરી મૂકે છે, માટે સુજ્ઞ જનાએ એને ધર્મસ્થાનમાં વાપરીને તેનુ ફળ શીઘ્ર લઈ લેવું.' વળી આ જગતમાં પેાતાને અથવા લક્ષ્મીનેા નાશ અને વિયેાગ તા અવશ્ય થવાનાજ છે, છતાં લક્ષ્મીના સંબંધમાં વૃથા સ્થિર બુદ્ધિ શું ખાંધવી ? અહે ! વૃદ્ધોને આરાધતાં છતાં, પૂર્વજોને પિંડ આપતાં છતાં અને નિનાને જોતાં છતાં પ્રાણીએ મહમૂદ્ર કેમ અને છે ? લક્ષ્મી રાજાની ભૂલતાના પલ્લવના પ્રાંતભાગ સમાન નિરાલમ અને વિલ'ખિની છે, છતાં સેવકે તેને સ્થિર માને છે, એ ખેદની વાત છે. અહા! એક તરફ વિપત્તિ, એક ખાજી મરણુ, એક તરફ જરા અને એક બાજુ વ્યાધિ-એ ચારથી પ્રાણીએ સતત પીડાયા કરે છે.”
આ પ્રમાણેનાં સુધાસિંચન સમાન અનુપમા દેવીનાં વાકયો સાંભળીને તેજપાલ ખેલ્યા કે હું કમલાક્ષી ! તમારા સિવાય આવું ખરેખરું ખેાલતાં કોઈને નહીં જ આવડતુ હોય. તામ્રપણી સરિતા સિવાય મુક્તામણિને કોણ નીપજાવી શકે ? તામ્રપણીના તટ પર ઉત્પન્ન થયેલ મૌક્તિકા અને ઈક્ષુરસની સાથે જાણે સંપૂર્ણ સ્પર્ધા કરવા તૈયાર થયા હોય તેમ તારા વી પ્રસન્ન અને સ્વાદિષ્ટ છે, તમામ પ્રકારની ગૃહચિંતાને દૂર કરનાર, મતિને આપનાર અને સમસ્ત સત્પાત્રાને સત્કાર કરનાર એવી ગૃહિણી ગૃહક૫તાની જેમ સુજ્ઞ જનેાને શું શું ફળ આપતી નથી? માટે