SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૪ શ્રાવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર તૈયાર કરવી પડે છે. વળી હે દેવી ! ભાજનાન'તર જેટલામાં કામે લાગીએ છીએ તેવામાં પાછી સાયકાળની ટાઢ વિઘ્નકર્તા થાય છે. વળી સૂત્રધારા હમેશાં શાક અને દૂધ-દહીં વિનાનું ભાજન કરે છે. તેથી તેમના શરીરમાં કામ કરવાની જોઈએ તેવી શક્તિ પણ નથી. આવાં કારણને લઈ ને અહી પતિ પર ઓછું કામ થાય છે. પૂરતી સામગ્રી વિના ધનથી પણ કાર્યસિદ્ધિ થતી નથી.” c. આ પ્રમાણેની તેમની અન્યાન્ય થતી વાત સાંભળીને મત્રીએ તરતજ બહાર આવી સર્વ સૂત્રધારામાં મુખ્ય એવા શાભનને કહ્યું કે- હે ભદ્ર ! ભાગ્યવતી અનુપમા દેવી તમને શું કહે છે ?’ તે ખેલ્યા કે—આપે જે શ્રવણુ કયુ તે.' એટલે મંત્રીએ સ્મિતપૂર્વક પોતાની પત્નીને કહ્યું કે–સત્યમની સ્થિતિને વધારનારી એવી હું ભદ્રે ! તે એમને શું કહ્યું? ’ એટલે તે લજ્જા સહિત પવિત્ર વચનથી ખેલી કે—“હે સ્વામિન્ ! મૈત્ય કરાવવામાં વિલંબ કરવા ખીલકુલ ઉચિત નથી, અને તેમ કરતાં મહાપુરુષો પણ પેાતાના તેજને કદી વધારી શકતા નથી. જીએ ! સાંજે નિસ્તેજ થયેલ સૂર્ય પણ સમુદ્રજળમાં જઈ ને પડે છે. આ રાજવ્યાપારની પ્રભુતા–દીપકની કલિકા સમાન છે. વળી સ'પત્તિ પણ કદાપિ શાશ્વત પદ તા આપતીજ નથી. કહ્યું છે કે-લક્ષ્મીને જાણે સમુદ્રજળના સંગની અસર થઈ હોય તેમ તે નીચે નીચે ગમન કરે છે, કમલિનીના સંગથી જાણે તેના પગમાં કાંટા વાગ્યા હાય તેમ તે કયાંય પણ પેાતાના પગ સ્થિર કરી
SR No.023188
Book TitleVastupal Charitra
Original Sutra AuthorN/A
AuthorMahodayvijay
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy