________________
અષ્ટમ પ્રસ્તાવ
૪૦૧
વસ્તુપાલ મંત્રીને કુશળ પૂછે છે.” આ પ્રમાણેને સરસ્વતીને સંદેશો સાંભળીને દયાના સાગરરૂપ મંત્રીએ પ્રસન્ન થઈને તે કવિને એક લક્ષ દ્રશ્ન આપીને પ્રસન્ન કર્યો. ત્યારપછી સીદાતા લોકોને સહાય કરવા માટે મંત્રીએ એ અભિગ્રહ લીધે કે –
“હવે પછી વિભવ છતાં સીદાતા જનેને સહાય આપવા માટે મારે પ્રતિવર્ષે કટિ દ્રગ્સને વ્યય કરે, કારણ કે સર્વ ધાતુઓમાં સુવર્ણની જેમ અનુકંપા દાન સવ દાનમાં ઉત્તમ કહેલ છે.
આ રીતે વીરધવલ રાજાની સામ્રાજ્યલક્ષ્મીના સુરભિરૂપ અને જિનમતમાં સૂર્યસમાન એવા વિવેકી શ્રી વસ્તુપાલ મંત્રીશ્વરે વિશ્વને ક્લાધ્ય એવા વિવિધ પુણ્યકૃત્યથી સર્વ લોકોને આનંદિત કર્યા. इति महामात्यश्रीवस्तुपालचरित्रे धर्ममाहात्म्यप्रकाशके श्रीतपागच्छाधिराजश्रीसोमसुंदरसूरिश्रीजयचंद्रवरिशिष्यपंडितश्रीजिनहर्षगणिकृते हाके
સતામ: પ્રસ્તાવઃ || ૭ |
અષ્ટમ પ્રસ્તાવ એકદા મંત્રીએ શ્રીનાગદ્ર ગુરુ પાસે સુરાસુરને પૂજ્ય એવા શ્રી અબુદગિરિનું માહાતમ્ય સાંભળ્યું કે-“વિવિધ મહર્ષિઓથી સેવિત એ એ ગિરિરાજ શૈવ અને જિન