________________
૩૩૦
શ્રીવતુપાલ ચરિત્ર ભાષાંતર માળાઓથી શ્રીગિરિરાજની પૂજા કરીને કપદી યક્ષે કરેલી સહાયતાથી સંતુષ્ટ થયેલા મંત્રીશ્વર સંઘપતિ શ્રાવકે સહિત ગિરિરાજ પરથી નીચે ઉતરીને પાદલિપ્તપુરમાં આવ્યા. ત્યાં શ્રી કુમારપાળ રાજાના કરાવેલા મંદિરમાં મજજનેત્સવ કરીને વિજાપ તથા નવીન સુવર્ણકુંભની તેણે સ્થાપના કરી.
પછી આનંદપૂર્વક તે લલિત નામના સરોવરની શોભાને જેતે હતે, એવામાં સેમેશ્વર કવિ તે વખતે સમયોચિત બેલે કે-“હે મંત્રીશ્વર ! જગતમાં પ્રશંસા પામેલા હંસેથી જ્યાં કમળો તરલિત થઈ રહ્યાં છે, અને ચકવાક પક્ષીઓ જ્યાં ગમનાગમન કરી રહ્યાં છે એવું આ સરોવર, ઉંચા તરંગથી, ગંભીર જળથી, શ્વેત બગલાઓના કવળરૂપ થતા મોથી, પાળ પરનાં વૃક્ષ નીચે સુતેલી સ્ત્રીઓનાં ગીતોથી અને આપની કીડાથી અત્યંત શોભે છે.” એટલે પદના અનુપ્રાસથી રંજિત થયેલા ચતુર મંત્રીએ તે કવિને સોળ હજાર સુવર્ણદ્રવ્ય બક્ષીશ આપ્યું. એવા અવસરમાં કોઈ બીજા કવિએ ત્યાં આવીને કહ્યું કે-હે. દેવ! સમુદ્ર પ્રસન્ન થઈને આ પત્ર તમને મોકલેલ છે.” મંત્રીના આદેશથી સેમેશ્વર ગુરૂ સર્વ વિદ્યાની સમક્ષ તે પત્ર વાંચવા લાગ્યું કે –
સ્વસ્તિશ્રી ભૂમિસીમા અને વિપિનના પરિસર (સમીપ ભાગ)થી ક્ષીર નીરનિધિ, વસુધા પર રહેલા વિરધવલ રાજાના મંત્રીશ્વર શ્રીવાસ્તુપાલને આદરપૂર્વક જણાવે છે કે-આ અમારી પુત્રી (લક્ષ્મી)ને કઈ કુપુરૂષના સંગથી