SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર સધવા યુવતિઓ કંકણ અને મેખલાનો અવાજ કરતી પ્રતિક્ષણે તેમના પર ચામર ઢાળવા લાગી. ઉદાર શુંગાર ધારણ કરીને રથમાં બેઠેલી કેટલીક લલનાઓ આનંદ સહિત ધવલ મંગલ ગાવા લાગી. એવી રીતે ત્રિવિધ વાજિંત્રના નાદથી ત્રણે જગતને આશ્ચર્ય પમાડતાં, પંચવર્ણની ધ્વજાઆથી આકાશમંડળને ચિત્રમય બનાવતાં, પવિત્ર કુંકુમ જળથી મહીતલને સિંચતાં અને શ્રદ્ધાયુક્ત સંઘપતિઓની સાથે જિનેશ્વર ભગવંતની પૂજા કરતાં, અન્ય જિનાલયથી પરિવૃત્ત એવા પોતાના નવીન દેવાલયને વિધિપૂર્વક આગળ કરીને બુદ્ધિના ભંડાર એવા વસ્તુપાલ મંત્રીશ્વરે સિદ્ધિસૂચક શકુને થતાં પિતાના અનુજ બંધુ તેજપાલ, સર્વ સંધપતિઓ તથા પરિવાર સાથે પ્રસ્થાન કર્યું. હવે તે વખતે તીર્થયાત્રાની આવા પ્રકારની સામગ્રી તેમની સાથે હતી છત્રીસ પ્રકારનાં હથિયાર લઈને રણભૂમિમાં યુદ્ધ કરવાને તૈયાર થયા હોય એવા ચાર હજાર પ્રબળ અસવારો સહિત મંત્રીએ સંઘરક્ષાને માટે નિયુક્ત કરેલા સેમસિંહ વિગેરે ચાર પ્રૌઢ રાજાએ સર્વની આગળ ચાલતા હતા. તેમની પાછળ ગજઘટાના ઘંટનાદથી ગગનને વાચાલિત કરનાર એવા આઠ મહાશ્રાવકે ગજરૂઢ થયેલા દિગિકોના જેવા ચાલતા હતા. તેમની સાથે એક હજાર દુકાન હતી કે જ્યાંથી યાત્રિક લોકે સર્વ મંત્રીને ખાતે લખાવીને પોતાની ઈચ્છાનુસાર સર્વ વસ્તુઓ લેતા હતા. મંત્રીએ સન્માનપૂર્વક બેલાવેલા લાખો શાસનના
SR No.023188
Book TitleVastupal Charitra
Original Sutra AuthorN/A
AuthorMahodayvijay
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy