SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ २७३ પંચમ પ્રસ્તાવ છે કે-તત્ત્વજ્ઞ પુરૂષે જે પરમ પર્વતને અનાદિ કાળથી તીર્થરાજ શ્રીવિમળગિરિના શિખરરૂપ કહે છે તે શ્રીગિરનાર ગિરિરાજ જયવંત વર્તે છે.” સ્વર્ગ, મર્ચ અને પાતાલલેકમાં આવેલાં પવિત્ર સ્થાવર તીર્થોમાં ઉજયંત ગિરિ સમાન અન્ય તીર્થ નથી. અહીં ગૌરવપૂર્વક સત્પાત્રે દાન આપતાં ચક્રવર્તી પદ તરતમાં પ્રાપ્ત થાય છે. હે રાજન્ ! એ ભુવનેત્તમ તીર્થમાં અનંત જિનેશ્વરે પૈકી કેટલાકનાં ત્રણ ત્રણ અને કેટલાકનાં એક એક કલ્યાણક થયાં છે. સાધુઓ સહિત અનંત જિનવરે ત્યાં સમેસર્યા છે અને એના આલંબનથી અનંત મુનિવરે પંચમ ગતિને પામ્યા છે. અતીત ચોવીશીના નમીશ્વરાદિક આઠ તીર્થકરેના અહીં ત્રણ ત્રણ કલ્યાણક થયાં છે. વળી શુદ્ધ બ્રહ્મચર્યથી પવિત્રાત્મા અને હરિવંશમાં એક મૌક્તિકરૂપ એવા બાવીસમા તીર્થંકર શ્રીઅરિષ્ટનેમિ ભગવાન્ એક હજાર રાજાઓ સહિત સહસ્સામ્રવનમાં આવી પરમ નિર્ચથતા પામી શુકલ ધ્યાનથી સમાધિયુક્ત કેવળજ્ઞાન મેળવી સમવસરણથી એ તીર્થને પાવન કરીને ત્યાં જ મોક્ષે જવાના છે, તેથી મહીતલ પર એ રૈવતાચલ પરમ તીર્થ છે, એનું નિરંતર સ્મરણ કરતાં પાપાત્મા પણ મેક્ષને મેળવે છે. ગત ઉત્સર્પિણીમાં સાગર ભગવંતના મુખકમળથી પુરાતન ઈદ્ર એવો વૃત્તાંત સાંભળે કે-“અવસર્પિણમાં બાવીશમા ભાવી તીર્થકર શ્રી નેમિનાથનું ગણધરપદ પામીને તું આ સંસારથી મુક્ત થઈશ.” આથી તે શકે કે વજરત્નની નેમિનાથ પ્રભુની નિર્મળ ૧૮
SR No.023188
Book TitleVastupal Charitra
Original Sutra AuthorN/A
AuthorMahodayvijay
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy