________________
'માર મહેર સમાજ બેસી શકાય. કળો
૨૭૨
શ્રાવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર કંઠમાં ધારણ કરી. પછી ક્ષીરસાગરે જઈ જળથી કળશે ભરી કરોડ દેવે સહિત વિમાનમાં બેસી શત્રુંજય તીર્થ પર આવીને આનંદપૂર્વક સુપાત્રે દાન આપતાં ઈદ્ર મહારાજે પ્રવર મહોત્સવ સાથે હર્ષથી ભગવંતના ચરણકમળનું સ્નાત્ર કર્યું. ત્યારથી એ મહાન ઇદ્રોત્સવ જગતમાં પ્રસિદ્ધ થ. “કે” મહાપુરૂષનું અનુકરણ કરે છે.”
જે મહાદ્ધિક પુરૂષે એ ગિરિ પર ઈકોત્સવ કરે છે તે ભાગ્યવત જન ઈદ્ર યા ઈંદ્ર સમાન થાય છે. પછી મહારાજે તીર્થની પૂજાના નિમિત્તે સૌરાષ્ટ્ર દેશ આપ્યું અને ત્યારથી જગતમાં એ દેવદેશ એવા નામથી પ્રખ્યાત થયા. વળી સર્વ રાજાઓમાં તિલક સમાન, શ્રીસંઘમાં મુખ્યત્વે બત્રીસ હજાર રાજાઓથી સેવ્યમાન, ધર્મવીર પુરૂષામાં અગ્રેસર તથા વિવેકી એવા ભરત ભૂપતિએ પૂર્વે ઉજજવળ ભક્તિથી પવિત્ર યાત્રા કરતાં ત્રિજગતના અધિપતિ અને વિમલગિરિના સ્વામી એવા ભગવંતની પૂજા નિમિત્ત બત્રીશ હજાર ગામ આપ્યાં હતાં તે પણ કાયમ રાખ્યાં. પછી પુંડરીક ગિરિની વિધિપૂર્વક પ્રદક્ષિણા કરતાં સુજ્ઞ એવા ભરતેશ્વર પગલે પગલે એ તીર્થને નમસ્કાર કરવા લાગ્યા.
એવામાં ધર્મવાસનાયુક્ત ઇંદ્ર મહારાજે આનંદપૂર્વક ભરતેશ્વરને કહ્યું કે-“હે ભરતેશ ! ગંગાજળ સમાન નિર્મળ અને શત્રુંજય ગિરિના જ એક શિખરરૂપ એવું ઉજત્યંત તીર્થ પણ ત્રણે લોકમાં ઉત્તમ ગણાય છે. કહ્યું
2૯ એ દેશની ઉપજ.