________________
૨૫૦
શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર સમાન, સજજનેને સાક્ષાત્ પુણ્યદય સમાન, સેવકના મનોરથને પૂરવામાં કલ્પવૃક્ષ સમાન, ચંદનદ્રવથી સંસિક્ત શરીર સાથે પુષ્પને મુગટ ધારણ કરનાર, અગરુ અને કસ્તૂરી વિગેરેથી સર્વાગે સુગંધિત અને સર્વોત્કૃષ્ટ ભેગથી સાક્ષાત્ પુરંદર સમાન વરધવલ રાજા પિતાને પ્રૌઢ રાજ્યભાર મંત્રીશ્વરને સોંપી દઈને, મહા ઉષ્ણતાથી ભીષ્મ અને સર્વ પ્રાણુઓને સંતાપ કરનાર એવી ગ્રીષ્મઋતુમાં ઘર્મા થવાથી સાંજરે પિતાની વિશાળ અગાશીમાં અમંદ આનંદસાગરમાં મગ્ન થઈ રાજહંસની જેમ કીડા કરીને તરતનાં ખીલેલાં અત્યંત સુગંધી અને કોમળ પુષ્પથી શેભાયમાન અને સુખકર એવા સુવર્ણ પલંગ ઉપર અત્યંત પવિત્ર, બહુજ સુગંધી અને દેવદૂષ્ય સમાન વસ્ત્રથી પોતાનું મુખકમળ આચ્છાદિત કરી લીલાપૂર્વક સુતે હતા; એવામાં સુખનિદ્રામાં સુતેલા રાજાની સ્વહસ્તે પગચંપી કરનાર કોઈ સરલ સેવકે અખિલ દુર્દશાને દૂર કરનાર એવી સુવર્ણમુદ્રિકાને રાજાના હાથમાં જેઈ લેભને વશ થઈને તે લઈ લેવાને વિચાર કર્યો અને રાજાને નિદ્રા આવતાં મેહથી મૂઢ બનેલા તેણે જગતને આશ્ચર્ય પમાડે તેવી તે મુદ્રિકા લઈને પિતાના મુખકમળમાં છુપાવી રાખી. એટલે “આ મારા નિત્ય સેવકને લજજા કે ભય ન થાય એમ ધારી પોતે જાણતાં છતાં તે વખતે કપટનિંદ્રાને દર્શાવતે મોટા મનવાળો રાજા મૌન ધરી સુઈજ રહ્યો, કારણ “મહાપુરૂષ હમેશાં જગદ્વત્સલ હોય છે. પછી પ્રભાતે ઘરે આવીને તેણે તે વીંટી પોતાની સ્ત્રીને આપી, કારણ કે “મેહમૂઢ