________________
૨૪૫
પંચમ પ્રસ્તાવ અને તેમના હસ્તકમળ ધવરાવ્યાં. પછી પાંચ પ્રકારની દષ્ટિધુરાને ધારણ કરનાર, સાતે ક્ષેત્રમાં ધન વાપરનાર, નવ તત્વના વેત્તા, પ્રશસ્ત એવા સત્યાવીશ ગુણો યુક્ત, સભાજમાં પ્રભાથી પ્રથિત તથા સલિલગામી એવા લલિતાપતિ (વસ્તુપાલ મંત્રી) એ પોતે યથાકમે પાંચ, સાત, નવ અને સત્યાવીશ (૫-૭-૯-૨૭) સંખ્યા પ્રમાણે આવેલા સંઘને લેકેની આગળ તે દેશમાં તે અવસરે ઉત્પન્ન થયેલાં ફળે પવિત્ર ભાજમાં મૂક્યાં. “ગુણેથી ત્રણે લોકમાં એજ મહાનું છે અને સુસાધુના સંગથી એજ સરલ સ્વભાવી છે” એમ સૂચવવાને જ હેય તેમ તેમને પ્રથમ તેણે મૃદુ (કોમળ) ખાદ્ય પદાર્થો પીરસ્યાં. પછી બીજાનાં અદ્દભુત કૃત્ય જોઈને તેઓ પોતાના અંતરમાં આનંદ પામે છે એમ સૂચવવા માટે જ હોય તેમ તેમણે એલાયચી તથા કસ્તુરી મિશ્ર આનંદકારી એવા મોદક તેમને પીરસ્યા. ત્યારપછી પંચ પરમેષ્ઠીને સમ્યફ પ્રકારે જાપ કરતા અને પંચ પ્રમાદથી રહિત એવા શ્રીસંઘની મંત્રીએ બીજા પાંચ પ્રકારનાં ઉદાર પકવાને મૂકવાડે ભક્તિ કરી. “મુક્તિના નિમિત્ત થાય તેવા પુણ્યકાર્યને માટે જ એ અત્યંત પ્રીતિને વહન કરે છે” એમ ધારીને જ તેમણે દેષ રહિત એવા શ્રીસંઘને મેતીચૂરના મેદક પીરસ્યા. સાત નયયુક્ત જિનવાણીથી એમની અંતરંગ સાતે ધાતુઓ ઓતપ્રેત છે એમ સૂચવતા સતા સુખા વિગેરે સપ્તપુટથી તેઓ તેમની ભક્તિ કરવા લાગ્યા. છકાય જીવોની દ્વિવિધ રક્ષા કરતા હોવાથી સરસ ષડૂરસના ગે તરતનાં તૈયાર કરેલાં અડદ