________________
૧૮૫
ચતુર્થ પ્રસ્તાવ અધિક ફળ પ્રાપ્ત થાય છે. સુપાત્રદાનના ફળમાં પણ દેશ, કાળ, આગમ, દ્રવ્ય, ક્ષેત્ર અને દાતાના ભાવ-એ ગુણે વધારે કરી આપે છે. બ્રહ્મચર્યહીન, કિયાભણ અને દયા તથા દમથી રહિતને મહાદાન આપતાં પણ સ્વલ્પ ફળ પ્રાપ્ત થાય છે, સાધુઓ એ પ્રથમ પાત્ર છે, બીજું પાત્ર શ્રાવકે છે, ત્રીજું સમ્યગ્દષ્ટિ છે, શેષ જંતુઓ દયાપાત્ર છે. કહ્યું છે કે- સાધુ ઉત્તમ પાત્ર છે, શ્રાવકે મધ્યમ પાત્ર છે અને અવિરતિ સમ્યગ્દષ્ટિ જઘન્ય પાત્ર છે.” આ પાત્રાપાત્રની વિચારણા તો મફળના હેતુવડે કરેલા' દાનના સંબંધમાં કરવાની છે, બાકી તત્વજ્ઞ પુરૂષોએ અજ્યદાનના તે ક્યાંય પણ નિષેધ કર્યો નથી.”
આ પ્રમાણે ગુરૂ મહારાજની વાણી સાંભળીને તેમને પ્રણામ કરી મંત્રીશ્વર સદા જિનધમીઓને યુતિપૂર્વક દાન આપવા લાગ્યું.
એકદા વસ્તુપાલ મંત્રીએ વિચાર કર્યો કે “સાત ગામ ખાળતાં જે પાપ થાય તેટલું પાપ એક ઘટપ્રમાણ અણગળ નીર વાપરવાથી લાગે છે.” માચ્છીમારને એક વરસ સુધી જે પાપ લાગે તેટલું પાપ અણગળ જળ પીનારને એક દિવસમાં લાગે છે. વચ્ચે ગળેલા જળથી જે સર્વ કામ કરે છે તે જ મુનિ, તે જ મહાસાધુ, તે જ યેગી અને તે જ મહાવ્રતી છે. ત્રણ લેકનું દાન કરતાં સુજ્ઞ જનોને જે ફળ મળે તે કરતાં કેટિગણું પુણ્ય ગાળેલું જળ વાપરવાથી પ્રાપ્ત થાય છે. જળપાન કરતાં વીશ અંગુળ લાંબા અને ત્રીશ અંગુળ