________________
૧૮૪
શ્રીવતુપાલ ચરિત્ર ભાષાંતર પુરૂષે ધન્ય છે કે જેઓ અવસરે ઘરે પધારેલા સાધુઓને પરમ શ્રદ્ધાથી ત્રિવિધ શુદ્ધ, પ્રાસુક, એષણીય, કલ્પનીય અને પિતાને માટે તૈયાર કરાવેલ અન્ન-પાનાદિ વસ્તુઓ હેરાવે છે. આહારના ચાર પ્રકાર છે-અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્ય. વળી યતિજનોને હિતકર એવાં વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદરછન, વસતી (રહેવાનું મકાન) તથા પાટ પાટલા વિગેરેથી ઉપાસકેએ માનસિક પ્રીતિપૂર્વક સત્કાર કરે, કારણ કે તે મુનિના ચારિત્રને મદદરૂપ થાય છે. રત્નત્રયી યુક્ત પાત્રને ધર્મના નિમિત્તે ભક્તિપૂર્વક નિરવદ્ય આહાર આપતાં મહાફળ પ્રાપ્ત થાય છે. એ પાત્ર જિનબિંબ, જિન ભવન, પુસ્તકસંગ્રહ અને ચતુર્વિધ શ્રીસંઘ એમ સાત પ્રકારે કહેલ છે. એ સાત ક્ષેત્રોમાં જે ધનરૂપ બીજ વાવીને ભાવરૂપ જળથી તેનું સિંચન કરે તે મેક્ષશ્રીરૂપ અક્ષય શસ્ય (ધાન્ય)ને મેળવે છે. પુણ્યથી પામી શકાય તેવું પાત્ર, ઉત્તમ ચિત્ત અને ન્યાયપાર્જિત ધન મેળવીને જે પ્રાણી ભાવથી દાન આપે છે તેની લક્ષ્મી સદા ઉદય પામતી જાય છે. હે મંત્રીશ ! રત્ન, ધાતુ અને વૃક્ષાદિકમાં જેમ મહાનું અંતર સાંભળવામાં આવે છે. તેમ સુપાત્ર સુપાત્રમાં પણ મહાનું અંતર રહેલું છે. કહ્યું છે કે હજારો મિથ્યાષ્ટિઓ કરતાં એક અણુવ્રતી શ્રેષ્ઠ, હજારો અણુવ્રતી કરતાં એક મહાવ્રતી શ્રેષ્ઠ અને હજારે મહાવ્રતી કરતાં એક જિનેશ્વર શ્રેષ્ઠ છે, કારણ કે જિનેશ્વર સમાન પાત્ર તો કઈ છે જ નહીં. હજારે અને લાખો વિશુદ્ધ શ્રાવકોને દાન આપતાં જે પુણ્ય થાય તે કરતાં એક મુનિદાનથી