________________
'' ચતુર્થ પ્રસ્તાવ પ્રસ્તાવ
૧૭૮ કારણરૂપ છે, દિવ્ય ચક્ષુરૂપ છે અને સર્વ અર્થને સાધી આપનાર છે. તે અન! પ્રદીપ્ત થયેલ અગ્નિ જેમ કાષ્ઠને ભસ્મીભૂત કરી નાખે છે તેમ જ્ઞાનરૂપી અગ્નિ પ્રાણીનાં સર્વ કર્મોને ભસ્મીભૂત કરી નાખે છે. શાસ્ત્ર સંચય કરાવતાં તેમાં જેટલા અક્ષરે લખાયા હોય તેટલા હજાર વર્ષે પર્યત તે સ્વર્ગનાં સુખ ભેગવે છે અને ત્યાં પણ વિદ્યાપરાયણ રહે છે. વળી તે પુસ્તકમાં જેટલી અક્ષરપંક્તિઓ છે તેટલા યુગ પર્યત તે નરકના દુઃખમાંથી બચીને સ્વર્ગમાં વિલાસ કરે છે.
જેવી રીતે જિનેશ્વરની અને જ્ઞાનની ભક્તિ કરવી તેવી રીતે ચતુર્વિધ શ્રીસંઘની પૂજા અને ઉપાસના પણ યથાગ્યપણે કરવી, કારણ કે એ સાત ક્ષેત્રમાંના ચાર ક્ષેત્ર છે અને તેથી લેકોત્તર સુખની પ્રાપ્તિ થાય છે. જેના ઘરે શ્રીસંઘ પધારે તેને ચિંતામણિ તે હાથમાં જ છે. કલ્પવૃક્ષ તેના ઘરનાં આંગણે છે અને કામધેનુ તેની સન્મુખ જ છે. જે ફળ, તાંબૂલ, વસ્ત્ર, ભજન, ચંદન અને પુછપથી શ્રીસંઘને પૂજે છે તે પિતાના જન્મને સફળ કરે છે. હે મહામંત્રિમ્ ! આ સાત ક્ષેત્ર નિરંતર ફળ આપે તેવાં છે. એમાં વાવેલ ધનરૂપ બીજ કોટિભવ પર્યત પણ ક્ષય થતું નથી. કહ્યું છે કે-જિનબિંબ, જિનભવન, જિનાગમ અને સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ શ્રીસંઘ એ સાત ક્ષેત્રમાં જે ધન વાપરે છે તે જ જગતમાં ઉત્તમ પુરૂષ કહેવાય છે. વ્રતથી પવિત્ર થયેલ જે સમ્યગ્દષ્ટિ જીવ એ