________________
૧૭૮
શ્રીવપાલ ચરિત્ર ભાષાંતર પ્રમાણથી માંડીને સાતસે અંગુષ્ઠ પ્રમાણમાં જિનબિબે જે ભાવથી કરાવે છે તે બધાં પાપથી મુક્ત થાય છે, જે ધીર પુરુષ હષભદેવથી મહાવીર પર્વત જિનેનું એક અંગુષ્ઠ પ્રમાણ પણ બિંબ કરાવે તે સ્વર્ગમાં પ્રધાન અને વિપુલ ઋદ્ધિનાં સુખ ભોગવીને પ્રાંતે પંચમ ગતિને પામે છે.
વળી “જ્ઞાન વિના સંસાર છે અને જ્ઞાનવડે જ મોક્ષ પ્રાપ્ત થાય છે અર્થાત્ જ્ઞાન વિના સંસાર ન ટળે અને જ્ઞાન વિના મોક્ષનો લાભ ન મળે” એમ કહ્યું છે, માટે દ્રવ્યથી અને ભાવથી એમ બંને પ્રકારે સિદ્ધાંતનું આરાધન કરવું. વિવિધ પુસ્તકમાં જિનાગમ લખાવીને તે ભંડારેમાં રખાવવાં. તેમજ જ્ઞાનાભ્યાસની વૃદ્ધિને માટે તે મુનિઓને આપવાં કે જેથી મેક્ષલક્ષ્મી કરતમાં આવીને ક્રીડા કરે. એ પ્રમાણે આગમની પૂજા કરવાથી તે ભવ્ય જનની સંસારજડતાને નાશ કરે છે અને કેવલશ્રીને ઉત્પન્ન કરે છે. જ્ઞાનના આરાધનથી પ્રાણ ચક્રવતીનાં અને ઈંદ્રનાં સુખ ભોગવીને પ્રાંતે જિનેશ્વરની જેમ કેવળજ્ઞાન પામી મોક્ષસુખ મેળવે છે. કહ્યું છે કે-“શ્રુતજ્ઞાનથી પ્રાણી છવાજીવાદિ ત અને પિતાનું હિતાહિત જાણી શકે છે, તે તત્ત્વજ્ઞ થવાથી વિરતિને પામે છે અને વિરતિપણાથી તે સત્વર મેક્ષને પામી શકે છે. લૌકિક શાસ્ત્રમાં પણ કહ્યું છે કે-“શાસ્ત્ર પાપરૂપ રંગના ઔષધ સમાન છે, પુણ્યના * આ પ્રમાણ શા આધારે લીધું છે તે જાણવામાં આવ્યું નથી. કાગળ પર તાડપત્ર પર અથવા બીજા પદાર્થો પર.