________________
૧૫૦
શ્રીવાસ્તુપાળ ચરિત્ર ભાષાંતર નહીં, કારણ કે “વિનાશકાળ પાસે આવતાં પુરૂષની બુદ્ધિ વિપરીત થઈ જાય છે.” - હવે અનેક દેશના લેકેના લીલાવિલાસને ધારણ કરનાર, સમુદ્રના ચપળ કલોલથી જેની નજીકનું ભૂતળ ભીંજાઈ ગયેલ છે એવું, સંસારસુખની સર્વ સામગ્રી પ્રાપ્ત કરવાને એક દાનશાળા જેવું અને પૃથ્વીમાં પ્રખ્યાત વડૂય નામે બંદર છે. જ્યાં જયશીલ લશ્કરે અને વિકસ્વર કમળો શ્રીયુક્ત કેશવાળા (લક્ષ્મીયુક્ત ભંડારવાળા અને શેભાયુક્ત મધ્ય ભાગવાળા) રાજહંસ યુક્ત છે. તે નગરમાં લક્ષ્મી સહિત વિષણુની જે મહા ઓજસ્વી, શંખના ચૂર્ણ સમાન ઉજવળ યશવાળે અને જેને ઘણું વાહન છે એ શંખ નામે રાજા રાજ્ય કરતો હતો. તેજસ્વી એ તે રાજા પચાસ વાંસના મધ્યમાં રહેલ ખદિર (ખેર)ને મુશળને કમળના નાળવાની જેમ ક્ષણવારમાં તરવારથી છેદી નાખતો હતો, અને ભયરહિત એવા જેણે પિતાના પુષ્કળ સન્યના સાધનથી “સ્વાધીન સમુદ્ર” (સમુદ્ર પણ જેના તાબામાં છે) એવી. અખલિત પ્રખ્યાતિ મેળવી હતી. અહીં રૂષ્ટમાન થયેલા સદીકે લેખ પાઠવીને વસ્તુપાલન વૃત્તાંત તે સમર્થ રાજાને નિવેદન કર્યો. તે સ્વરૂપ જાણવામાં આવતાં સદીકના પ્રાણપ્રિય મિત્ર એવા શંખ રાજાએ પિતાનું વિકાળ સ્વરૂપ કરીને એક ચાલાક ભટ્ટના હાથથી વસ્તુપાલને કોક્તિગર્ભિત એક લેખ મેકલ્ય, કારણ કે “મહાઓજસ્વી પુરૂષ મિત્રના કાર્યમાં કદાપિ મંદ હોતા નથી. તે ભટ્ટે વસ્તુપાલ મંત્રીના હસ્ત