________________
ચતુર્થ પ્રસ્તાવ
૧૪૯
દાણા મળે છે એટલે તે પિતાના બંને હાથને ચલાવ્યા કરે છે તેમ નીચ જને અલ્પ લક્ષમી પ્રાપ્ત થતાં પણ ગર્વિષ્ઠ બની જાય છે. પોતાના કરતાં ગુણમાં અધિક, મનસ્વી અને યશસ્વી એવા મહાપુરૂષ પર ઈર્ષ્યા લાવવી એ અવિવેકી જનને બહુજ હાનિકર્તા છે, માટે પોતાના વધી ગયેલા ગર્વને સદંતર દૂર કરી લક્ષ્મીથી રમ્ય એવા મારે ઘરે તમારે મળવા આવવું કે જેથી આ નગરમાં તમારું કામકાજ નિઃશંકપણે થઈ શકે. હે ધીમાન્ ! આ પ્રમાણે મારા શબ્દોમાં તારે વસ્તુપાલને સંભળાવવું.”
સદીક પાસે મોકલેલા ભટ્ટે આવીને સદીના મુખથી નીકળેલા મદના ઉદ્દગારમય વચનો વસ્તુપાલ મંત્રીને નિવેદન કર્યા. તે સાંભળતાં મંત્રીને વિચાર થયો કે-મદિરાની જેમ પાપને વધારવાના કારણભૂત લક્ષ્મી પ્રાણુઓનું ચિંતન્ય હરી લે છે અને તેમને મૂઢત્વ આપે છે. આ પ્રમાણે ચિંતવી મિત્રાઈને લીધે તેના મદઆવેગની ચિકિત્સા કરવા સારુ તે ભટ્ટના મુખથી જ મહામંત્રીએ તેને પુનઃ આ પ્રમાણે કહેવરાવ્યું કે-“હવે પછી પિતાના ઘરમાં સર્વ સામગ્રીવડે પોતાનું રક્ષણ કરતાં તારે સાવધાનપણે રહેવું, કેમકે અંધકારને સૂર્યની જેમ સર્વને અપમાન પમાડનારા તારા દુર્વિનીતપણાને ઉછેદ કરવા હું આવી પહોંચ્યો છું. ન્યાયધર્મમાં નિપુણ એ રાજા સર્ષે ડશેલ અંગુષ્ટની જેમ દુષ્ટને ઉછેદ કરે તે જ નિર્મળ યશને મેળવી શકે છે.” ભટ્ટે જઈને તેને તે પ્રમાણે કહી સંભળાવ્યું, પણ તેના પર તેણે ધ્યાન આપ્યું