________________
*1૪૦
શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર હવે પુણ્યનાં સારાં કામ કરીને આપણે તેને સફળ કરવી યેગ્ય છે. કહ્યું કે-“સુજ્ઞ મનુષ્યએ ચપળ લક્ષ્મીને જિનભવન, જિનબિંબ, તીર્થયાત્રા અને જેનસિદ્ધાંતમાં વાપરીને તેનું ફળ સત્વર મેળવી લેવું.”
આ પ્રમાણે પરસ્પર નિશ્ચયપૂર્વક વિચાર કરીને પવિત્ર મનવાળા એવા તે બંને બંધુઓ એવાં કાર્યો કરવાને ઉદ્યત થયા, કારણ કે વિવેકી પુરૂષ ધર્મકાર્ય કરવામાં વિલંબ કરતા નથી. પ્રથમ કપદી દેવના આદેશથી વસ્તુપાલે ધવલપુરમાં શ્રી આદિનાથ ભગવંતનું
શગુંજયાવતાર' નામનું એક મંદિર કરાવ્યું, જે ચારે બાજુ આવેલા વીશ જિનભવનેથી પરિવૃત્ત, તિરસ (રત્નવિશેષ) રત્નમય મેટા બિંબથી સુશોભિત, સુવર્ણના કળશથી તથા ધ્વજની શ્રેણિથી વિરાજિત અને જગતને આશ્ચર્ય ઉપજાવતું હતું. કહ્યું છે કે કદી યક્ષની સહાયતાથી ધવલકપુરમાં શ્રીવાસ્તુપાલ મંત્રીએ શત્રુજયાવતાર ચૈત્ય કરાવીને અવનીને પાવન કરી.” વળી એમ પણ કહેવાય છે કે-ધવલકપુરમાં શત્રુંજયદેવ (આદિનાથ)ને સેવવાની ઈચ્છાથી તેણે ચારે બાજુ વીશે જિનેશ્વરનાં ઉંચાં ભવને તથા અગ્નિમાંથી નીકળેલા રક્ત સુવર્ણમય દંડ અને કળશરૂપ અલંકારોથી અત્યંત સુશોભિત એવું શત્રુંજય નામનું જિનચૈત્ય કરાવ્યું. પછી તેજપાલ મંત્રીએ તેના જેવું જ ત્રણે લોકમાં અદ્દભુત એવું ઉજજયંતાવતાર નામે ચય ધવલક્કપુરમાં જ કરાવ્યું. કહ્યું છે કે-“અંબિકાદેવીના