SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર પણે અધરાત્રે આ નગરમાં સ્વેચ્છાએ મારા આદેશથી બ્રમણ કરતાં અત્યંત રૂપવતી એવી રાજકન્યાને પરણને પાછો આવી આ મંદિરમાં સુખે નિદ્રા લેજે.” આ પ્રમાણે સાક્ષાત્ અમૃતને સવનારી અને મનને આનંદ આપનારી એવી યક્ષરાજના મુખની વાણી સાંભળીને કુલપુત્ર બહુ હર્ષ પામ્યો. અને ભક્તિપૂર્વક યક્ષને નમસ્કાર કરીને કૃત્યજ્ઞ અને કૌતુકી એ તે નગરમાં સ્વેચ્છાએ આમતેમ ફરવા લાગે. હવે વિક્રમરાજાને રમણિય રૂપવાળી, પ્રભામાં દેવાંબનાસમાન, નવીન યૌવનન્માદના આમાદથી વસુધાને પ્રમોદ આપનારી તથા સર્વાગીણ ગુણોલ્લાસના એક લીલાસ્થાનસમાન અનંગસુંદરી નામે કન્યા છે. તે શૃંગારરસના સાગર એવા શંગારસુંદર નામના વીરસિંહ નામના રાજાના પુત્ર ઉપર નિરંતર અનુરક્ત હોવાથી તે જ રાત્રે પિતાની સખી મારફતે તેણે પાણિગ્રહણને માટે ચોક્કસ સંકેત કરેલો છે. તદનુસાર તેના સંગમને માટે ઉત્સુક એવી તેણીએ પોતાના આવાસના ગવાક્ષ નીચે નિસરણીસમાન એક દઢ રજજુયંત્ર લટકતું રાખ્યું છે. આ પ્રમાણે તેને મળવાને સેકંઠ એવી તેણુએ માર્ગ બતાવ્યા છતાં હીનભાગી એ તે રાજપુત્ર કંઈક કારણસર તે વખતે ત્યાં આવી ન શક્યો. એવામાં સુંદરશેઠનો પુત્ર ભમતો ભમતે. દૈવયોગે ત્યાં આવી ચડ્યો અને ત્યાં તે લટકતા રજજુયંત્રને જેઈને કૌતુકથી તેણે તે હલાવ્યું. એટલે શુંગારસુંદરની બ્રાંતિથી રાજસુતાએ યંત્રના પ્રયોગથી રજુ સાથે વળગેલા
SR No.023188
Book TitleVastupal Charitra
Original Sutra AuthorN/A
AuthorMahodayvijay
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy