SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર થાય છે. વળી શમ, સંવેગ, વૈરાગ્ય, સમતા, આર્જવ, સંયમ, દયા અને દેવ ગુરૂની ભક્તિ, એ શુભ કર્મના હેતુ છે. કહ્યું છે કે, “દીનદયા, પાત્રદાન, સંસારભરૂતા, પ્રમાદત્યાગ, સદભાવ, ક્ષાત્યાદિક સદ્દગુણ, જિનદર્શનપર આદર અને સાધમિકેની સ્વાગત કિયા-એટલાને જ્ઞાનીજનેએ શુભ આશ્રવ કહેલા છે, એટલે તે શુભ કર્મબંધનાં સાધનો છે.” હે ભદ્ર! પૂર્વ ભવમાં શુદ્ધ ધર્મને કરનારા એવા તે બીજાએને દેવપૂજામાં કંઈક અંતરાય કર્યો હતે, તે કર્મના ઉદયથી તુ અહીં દુઃખી થયો છું, પરંતુ હવે અનુપમ શ્રાદ્ધધર્મને સ્વીકાર કરી યથાશક્તિ જિનભક્તિ કર, કે જેથી આ સંસારસાગરમાં તું દુઃખ પામીશ નહીં.” આ પ્રમાણેને ઉપદેશ સાંભળીને તે કુલપુત્રે મુનિ પાસે મિથ્યાત્વરહિત અને સમ્યફવથી વિભૂષિત એવા શ્રાદ્ધધર્મને સ્વીકાર કર્યો. એટલે મુનિ પુનઃ બોલ્યા કે-“હે ભદ્ર! સમ્યગ્દર્શનરૂપ મૂળયુક્ત શ્રદ્ધા ધર્મરૂપ કલ્પવૃક્ષ તેને જ સદા ફળ આપે છે કે જે નિરંતર યથાશક્તિ ગરિષ્ઠ એવી જિનભક્તિને ધારણ કરે છે. જિનભક્તિ દ્રવ્ય અને ભાવથી બે પ્રકારની કહેવામાં આવી છે. તેમાં ગૃહસ્થને દ્રવ્યભક્તિમાં સર્વથા આદર કરે યુક્ત છે; કારણ કે તે કલ્પલતાની જેમ અભીઇને આપનારી છે. જે પ્રાણુ ભગવંતને ભક્તિપૂર્વક એકવાર નમસ્કાર કરે છે તે પણ દુષ્કર્મના સમૂહને દૂર કરીને આ ભવમાં જ સુખી થાય છે, તે જે નિરંતર જિનેશ્વર ભગવતની પૂજા, સ્તુતિ અને વંદના કરે છે તેના પુણ્યને તે પાર જ કેણુ પામી શકે? કહ્યું છે કે “શુદ્ધ ભક્તિભાવથી
SR No.023188
Book TitleVastupal Charitra
Original Sutra AuthorN/A
AuthorMahodayvijay
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy