________________
9]
[ પાંડવ ચરિત્ર મહાકાવ્ય નમસ્કાર કર્યો, અને એકલવ્યને પૂછ્યું કે ભાઈ! તમે ગુરૂ દ્રોણાચાર્યને કયાં દેખ્યા હતા ? ત્યારે એકલવ્યે કહ્યું કે એક દિવસ ધનુર્વેધ શિખવાની ઈચ્છાથી મેં ગુરુદેવને વિનંતી કરી, પરંતુ તેમણે મને અગ્ય સમજીને શિક્ષણ આપવાને માટે મારી વિનંતીનો અસ્વિકાર કર્યો, ત્યારે હું ત્યાંથી આવી આ જગ્યાએ તેમની પ્રતિમાને જ ગુરુ માની ધનુર્વિદ્યાને મેં અભ્યાસ શરૂ કર્યો. “એકલવ્યના કહેવાથી બધી વસ્તુસ્થિતિ દ્રોણાચાર્ય સમજી ગયા, અર્જુન પ્રત્યેના વાત્સલ્યભાવથી એકલવ્ય પાસે દ્રોણાચાર્યે ગુરૂદક્ષિણા માંગી, ત્યારે એકલવ્યે કહ્યું કે ગુરૂદક્ષિણામાં મારું મસ્તક આપવા તૈયાર છું; ત્યારે ગુરુએ ડાબા હાથના અંગુઠાની માંગણી કરી, ગુરુવચન સાંભળી આનંદિત એકલવ્યે તરત જ છરીથી અંગુઠે કાપીને ગુરુમહારાજના શરણે સમર્પણ કર્યો, તે વખતે દેવતાઓએ એકલવ્ય ઉપર પુષ્પની વૃષ્ટિ કરી, દ્રોણાચાર્ય અર્જુનને - સાથે લઈ નગરમાં ગયા, રસ્તામાં અને પૂછ્યું કે આપે
શા માટે તેને ધનુર્વિદ્યા ન શિખવાડી ? ત્યારે દ્રોણાચાર્ય કહ્યું કે મારી પ્રતિજ્ઞા અર્જુનને સર્વ શ્રેષ્ઠ ધનુર્ધારી બનાવવાની હતી, ગુરુના વચન સાંભળી અને પ્રત્યુપકાર માટે પિતાના આત્માને તુચ્છ માનવા લાગે.
બધા કુમારે ઉત્સાહથી શિક્ષણ ગ્રહણ કરવા લાગ્યા, ભીમ અને દુર્યોધન ગદા યુદ્ધમાં નિષ્ણાત બન્યા, -બધા કુમારે કલામાં પારંગત બન્યાં, એક દિવસ દ્રોણ