________________
સ: ૩જો ]
[ ૭૫
ગયા, ત્યાં તેને તરકસની જેમ મુખમાં ખાણેાથી ભરેલાં કુતરાને જોચે, આ પ્રદેશમાં કાઈ ધનુર્ધારી હશે તેમ. માનીને અર્જુન આગળ વધ્યા, અને શાસ્ત્રાભ્યાસમાં એકચિત્ત અનેલા યુવાનને જોયા, તેની તેજસ્વિતાથી આશ્ચર્ય અનુભવતા અર્જુન તેના પરિચય પૂછવા લાગ્યા, ત્યારે તે યુવાને કહ્યું કે હું' પલ્લીપતિ હિરણ્ય ધનુષને પુત્ર છું. અર્જુનના ગુરુ દ્રોણાચાય મારા પણ ગુરુ છે, આ વાત સાંભળી અર્જુન ખૂબ જ દુ:ખી થયેા, નગરમાં પાછા આવ્યા, અર્જુન ઉદાસ રહેવા લાગ્યા, એક દિવસ દ્રોણાચાયે અર્જુનને દુઃખનું કારણ પૂછ્યું ત્યારે તેણે બધી હકીકત કહી સભળાવી, અને કહ્યું કે આપ મને કહેતા હતા કે હું તને જગતમાં અદ્વિતીય ધનુર્ધારી અનાવીશ’ પણ આપનું આ વચન મિથ્યા થઈ રહ્યું છે. દ્રોણાચાયે કહ્યુ કે હે વત્સ ! મારે કાઈ એવેા શિષ્ય નથી કે જે તારી બરાબરી કરી શકે. તે પછી તારાથી વધારે તે શીખેલેા કયાંથી હેાય ? દ્રોણાચાર્યને આ પ્રમાણે કહીને અર્જુન તેમને જંગલમાં તે યુવાનની પાસે લઈ ગયા, ત્યાં ઝાડની પાછળ ઉભા રહીને દ્રોણાચાર્યે તે યુવાનના હસ્ત કૌશલ્યને જોયું. ત્યાર બાદ તેની પાસે ગયા, એકલવ્ય, તેમને પગે પડયા, ગુરુએ પૂછ્યું' કે વત્સ ! આ શિક્ષણ તેં કયાં મેળવ્યું ? તેણે દ્રોણાચાર્યનું નામ આપ્યું. જ્યારે દ્રોણાચાયે કહ્યુ` કે તારી વાત ખેાટી છે. ત્યારે તેણે અર્જુનને માટીના બનાવેલા દ્રોણાચાય અતાવ્યા, ચંપાંના ફૂલેાથી પૂછત ગુરુસ્મૃતિ જોઈ ને અર્જુને