________________
૭૪]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય આ દ્રોણ” ગુરૂ છે જેઓ ધનુર્વેદનું સંપૂર્ણ જ્ઞાન અને રહસ્ય જાણે છે. આ યુવક તેમને પુત્ર અશ્વત્થામાં પ્રસિદ્ધ છે. કુમારના ગયા બાદ કૃપાચાર્ય શ્રી દ્રોણાચાર્યનું ખૂબ જ અતિથ્ય કર્યું. એકાન્તમાં તેમને વિનંતી કરી. કે આપના જેવા ધનુર્વિદ્યાચાર્ય કોઈ નથી, અને આ કુમાર જેવા પ્રતિભા સંપન્ન શિષ્ય પણ બીજે નથી, માટે આપ તેમને શિક્ષણ આપે. જ્યારે કૃપાચાર્યની વાતને દ્રોણાચાર્યે સ્વીકાર કર્યો ત્યારે કૃપાચાર્ય ભીષ્મની, પાસે ગયા, બધી વાત કરી, ભીમે દ્રોણાચાર્યને બોલાવી સુવર્ણ મુદ્રાઓથી તેમને સત્કાર કર્યો, ધનુર્વિદ્યા કુમારને શિખવવા માટે વિનંતી કરી, ભીમે પિતાના પૌત્રોને બોલાવી દ્રોણાચાર્યને સુપ્રત કર્યા.
દ્રોણાચાર્યે બધા કુમારને સમાન રીતે ધનુર્વેદનું શિક્ષણ આપ્યું પરંતુ અજુન બધાથી વધારે હોંશિયાર થયે, અનની ધનુર્વિદ્યા જોઈને કર્ણ પ્રભાવિત થયો, મનમાં જ તેના પ્રત્યે દ્વેષ કરવા લાગે, એક દિવસ દ્રોણાચાર્યે અર્જુનને કહ્યું કે હું તને દુનિયામાં અદ્વિતીય ધનુર્ધારી બનાવીશ, અર્જુનની ઉપર ગુરુની કૃપા તથા તેની ચતુરાઈથી અર્જુન ઉપર દુર્યોધન ખૂબ જ ખિન્ન થ, દ્વેષ રાખવા લાગે, પાંડવો પ્રત્યેને દ્વેષ, કર્ણ પ્રત્યેની મિત્રાચારી, દુર્યોધનની વધતી ચાલી.
એક વખત શિક્ષણને માટે રજા હતી, ત્યારે અર્જુન રમવા માટે ધનુષ્યબાણ લઈને પુષ્પકરંડક નામના વનમાં