________________
સર્ગ : ૩] અભિમંત્રિત કરી કરીને શલાકાઓનું સંધાન કરી, તે દડાને બહાર કાઢયે, તેના આ અદ્ભુત કાર્યથી કુમાર આશ્ચર્ય પામ્યા, તથા હાથ જોડીને વિનંતી કરી કે “આજ સુધી હજારે ધનુર્વિદ્યા પારંગત પંડિતો જોયા, પણ આપને કઈ જગ્યાએ જોયા નથી, માટે અમે આપને પિતા અથવા ગુરૂની સમાન માનીએ છીએ, અમે બધા આપના દાસ છીએ, આપ જેમ કહેશે તેમ અમે કરીશું. વૃદ્ધ બ્રાહ્મણે કહ્યું કે આપના વિનયથી હું પ્રસન્ન છું. ‘તમે મને તમારા પંડિતજીના દર્શન કરાવે, તો તમારો મેટો ઉપકાર થશે. કુમાર તે વૃદ્ધ બ્રાહ્મણને લઈને નગરમાં ગયા.
પિતાના ઘર તરફ આવતા વૃદ્ધ બ્રાહ્મણને જોઈ કૃપાચાર્ય સામે ગયા, ભક્તિ ભાવથી નમસ્કાર કર્યા, અભ્યાગત બ્રાહ્મણને એવી રીતે ભેટયા કે જાણે બંને એક જ બની ગયા, કૃપાચાર્યે તેમને ખૂબ જ આદર સત્કાર કર્યો, સિંહાસન ઉપર બેસાડયા, અને કૃપાચાર્ય બેલ્યા” સાક્ષાત્ સરસ્તીના અવતાર સમ આપ મારે ત્યાં પધાર્યા છે, જેથી આજ મારું ઘર આપના ચારણકમલથી પવિત્ર થયું છે. આજને દિવસ મંગલકારક છે. સાથે આવેલા યુવકે કૃપાચાર્યને પ્રણામ કર્યા, કૃપાચાર્યે તેનું આશીર્વચનથી અભિવાદન કર્યું. કુમારએ પૂછ્યું કે આપ જેમની ઉપાસના કરે છે તે આ મહાત્મા કોણ છે? કુપાયે કહ્યું કે હે કુમારગણુ! કલાઓના મંદિર સમાન