________________
૭૨]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય દુર્યોધન પ્રત્યે જરાપણ દ્વેષ નહેતું, પરંતુ દુર્યોધનાદિ ઘતરાષ્ટ્રના પુત્ર પાંડવોની તેજસ્વિતાથી બળવા લાગ્યા. • ધૃતરાષ્ટ્ર તથા પાંડુના પુત્રોને પરસ્પર દ્વેષ બુદ્ધિવાળા જાણીને વિદુરજીએ ભીષ્માદિને બધી હકીકત જણાવી, કહ્યું કે કાંઈ પંડિતની પાસે આ બધાને ભણાવવા જોઈએ. સર્વ વિદ્યા પરગામી કલાચાર્ય કયાં મલશે ? એ પ્રમાણે ભીષ્મના પૂછવાથી વિદુરજીએ કૃપાચાર્યનું નામ બતાવ્યું. ભીષ્મએ બધા કુમારોને બેલાવી કૃપાચાર્યને સુપ્રત કર્યા, બધા કુમારે ઉત્સાહથી ધનુર્વિદ્યાનું અધ્યયન કરવા લાગ્યા.
તે જ નગરમાં વિશ્વકર્મા સમાન સદાચારી અતીરથી નામને સારથી રહેતું હતું, તેને ચન્દ્રમાની અનુરાધા જેવી” રાધા, નામની ધર્મપત્ની હતી. તેઓને દાનેશ્વરી અને શૂરવીર કર્ણ નામે પુત્ર હતા, તે શસ્ત્ર તથા શાસ્ત્રનું શિક્ષણ પ્રાપ્ત કરવાની ઈચ્છાથી કૃપાચાર્યની પાસે આવ્ય, કુમારની સાથે વિદ્યા પ્રાપ્ત કરવા લાગ્યો, કૃપાચાર્ય દરેક કુમારને સમાન જ્ઞાન આપતા હતા, છતાં કર્ણ અને અર્જુન વધારે હોંશિયાર હતા, એક દિવસ બધા કુમારે નગરની બહાર કીડા કરી રહ્યા હતા, તે વખતે તેમને દડે કુવામાં પડી ગયે, બધા કુમાર તે દડાને બહાર કાઢવાનો પ્રયત્ન કરવા લાગ્યા, એટલામાં એક યુવાનની સાથે અત્યંત વૃદ્ધ મુસાફર આવ્ય, તેણે કુમારોને આશ્વાસન આપ્યું અને કુમારની સામે બાણને