________________
સર્ગ : ૩]
[ ૭૧ | દુર્યોધન એકાંતમાં અનેક પ્રકારની ખરાબ કલ્પનાઓ કરતો હતો, જે અધું રાજ્ય લે છે તેને મારવો જોઈએ, તો પછી સંપૂર્ણ રાજ્યને ગ્રહણ કરવાવાળાની તો વાત કયાં કરવી ? કોઈપણ હીસાબે મારે યુધિષ્ઠિરનો વધ કરવો જોઈએ, પરંતુ વિક્રમ નયસંપન્ન રાજાની જેમ આ ભીમ અને અર્જુનથી તેઓ રક્ષાયેલા છે. માટે તેમનો વધ કરે ખૂબ જ મુશ્કેલ છે. યુધિષ્ઠિરના પહેલા ભીમને તથા અર્જુનનો વધ કર જોઈએ, વળી તે બંનેમાં ભીમને વધ કરે હિતાવહ છે. ભીમના મરવાથી યુધિષ્ઠિર અને અર્જુન બંને તાકાતહીન બની જશે, ત્યારબાદ ભીમને મારવા માટે દુર્યોધન તક શોધવા લાગે, બધા કુમારે ગંગા કિનારે રમવા જતા હતા. રાજાએ સુંદર ઘાસનું ઘર બનાવી આપ્યું હતું. ત્યાં જ બપોરના ભજન કરીને બધા સૂઈ જતા હતા.
એક દિવસ ભીમ સુંદર ભજન કરીને ગંગાકિનારે ગાઢ નિંદ્રામાં સૂઈ ગયે, તે તકને લાભ લઈ દુર્યોધને તેને ઝાડના વેલાઓથી બાંધી ગંગાના ઉંડા પાણીમાં નાખ્યો, વેલાઓને તોડી નાખી, ભીમ નાહીને હાથીની જેમ બહાર નીકળી આવ્ય, એક દિવસ ભીમ સૂત હતો ત્યારે દુર્યોધને તેને સર્પદંશ કરાવ્યું, પરંતુ ભીમની ઉપર ઝેરની અસર થઈ નહીં. એક દિવસ દુર્યોધને ભીમને ઝેર આપ્યું. પણ ધર્મપ્રભાવથી તેની ઉપર કાંઈ જ અસર થઈ નહીં. આ બધું થવા છતાં ભીમના મનમાં