________________
૭૦ ]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય
વખત ધૃતરાષ્ટ્રના પુત્રા ઝાડ ઉપર ચઢયા હૈાય ત્યારે ભીમ પગની લાતા વડે ઝાડને હલાવતા, ત્યારે ઝાડના ફળની સાથે તેએ પણ નીચે પડતા હતા, ધૃતરાષ્ટ્ર પુત્રા દુ:ખને ભાગવવાં છતાં ભીમને કાંઈ કરી શકતા નહાતા, તેથી ભીમના પ્રત્યે દુર્યોધનને દ્વેષ વધવા લાગ્યા, ભીમના પરાક્રમથી પેાતાના ભાઈ એની ખિન્નતા જોઈ એક દિવસ દુર્યોધને ભીમને કહ્યું કે તું આ તારા નાના ભાઈ એને કેમ પીડા આપે છે, તને જો તારા બળનું અભિમાન હાય તે તું મારી સાથે રમતા કેમ નથી ? ભીમે કહ્યું કે હે દુર્યોધન ! વનમાં હાથીની રમતમાં ઘણા ઝાડ ઉખડી પડે છે, તેમ હું તે તેએની સાથે પ્રેમથી રમું છું.... તને જો કદાચ અભિમાન હેાય તે તું મારી સાથે લડવા તૈયાર થઈજા, તારૂં બળ કેટલુ છે તે ખતાવ, પ્રમાણે જ્યારે ભીમ અને દુર્યોધન લડવા લાગતા ત્યારે યુધિષ્ઠિર અનેને છેડાવતા, બાકીના કુમારા ઉભા રહીને જોયા કરતા હતા, બ ંનેનું યુદ્ધ-પ્રચંડ અને રાચક થતુ" હતુ કે કેાઈ વખત ભીમના પરાજય થતા તા કેાઈ વખત દુર્યોધનના પરાજય થતા, અંતે થાકીને દુર્ગંધન પરાજિત થતા ત્યારે પાતાનું મુખ મલીન કરતા અને ભાગી જતા હતા.
આ
યુધિષ્ઠિર ભીમની પાસે આવીને પ્રેમથી તેના શરીર ઉપરથી ધૂળને લૂછી નાખતા, અર્જુન સ્નેહથી ભીમના શરીરને દબાવતા, નકુલ અને સહદેવ તેને પવન
નાખતા હતા.