________________
સર્ગ : ૧૮]
[૪૮૫ શ્રની નહેર વહેવા લાગી કે જેથી તેમના પુણ્ય વૃક્ષને પિષણ મળ્યું. વ્રત ગ્રહણ કરેલ સાધ્વી દ્રૌપદી પાંડવોની પાછળ સાક્ષાત્ મહાવ્રતોની પાછળ જેમ કિયા હોય છે તેવી રીતે શોભવા લાગ્યા, નવદીક્ષિતોને વંદન કરી નાગરિકે તથા મહામંત્રી નગરમાં ગયા. - ગુરૂમહારાજ પાસે જ્ઞાનાભ્યાસ કરતા અને પોતાની કાયા પ્રત્યે નિર્મમત્વભાવ રાખતા પાંડવોએ ત્યાંથી વિહાર કર્યો.
ત્યારબાદ શુભમનોભાવ-પરિચારકથી અમૃતપાન કરતા, ઈન્દ્રિઓને નિગ્રહ કરતા, આળસ આદિ આત્મશત્રુઓને ત્યાગ કરી, નિદ્રારૂપી મૃગનયનાનું મુખ પણ જોયા સિવાય તેઓ નિરાબાધ અપ્રમત્તભાવે વિચરતા રહ્યા, દ્વાદશાંગીનું અધ્યયન કર્યું. લોખંડને પણ સુવર્ણ બનાવનાર પારસમણિની જેમ પાંડવોએ ગીતાર્થતા પ્રાપ્ત કરી. પ્રવર્તિનીના ચરણકમલની સેવા કરતાં સાધ્વીજી દ્રૌપદીએ તપઃ જ્ઞાન અને વિવેકની પરાકાષ્ઠા પ્રાપ્ત કરી.
એક સમયે ધર્મશેષ મુનીશ્વરની આજ્ઞા લઈને પાંડવોએ ઉત્કૃષ્ટ અભિગ્રહ લઈને વિહાર કર્યો, જુદાજુદા પ્રકારના તપથી આત્માને તપાવી કર્મમલને દૂર કરવા લાગ્યા, આત્માના પ્રબલ શત્રુ મેહરાજાને જીતવા માટે ધર્મરાજે અનુપમ પ્રકારનો પ્રયાસ કર્યો, ધર્મરાજની શાંતિએ જગતના ગ્રિષ્મઋતુના તાપ જેવી આતાપનાને