________________
૪૮૪]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય, કર્યો, જીણું જિનમંદિરોના ઉદ્ધારથી તથા દુર્ગતિરૂપ અન્યકાર કૂપથી આત્માને પાંડવોએ ઉધ્ધાર કર્યો, જેના ફળસ્વરૂપે મુક્તિરૂપ ફળની પ્રાપ્તિ થવાની છે એવા પિતાના ધનને સદુપયેગ સાત ક્ષેત્રમાં કર્યો. તેઓએ આ પ્રમાણે સુવર્ણ દાન આપ્યું. જેથી લેકમાં મહાજન અને દેવાદાર શબ્દને નાશ થયે.
ઐરાવત સમાન મોટા મોટા હાથીઓ ઉપર બેસીને તમ જ ઉચિત મુકતામય વેશથી સુશોભિત, ચામર વિંઝતી વારાંગનાઓથી વિંટાએલા નાગરિકે, પરિવાર, સામંત, અમાત્ય, મંત્રી વિગેરે દેવે સહિત સામાનિક દેથી પરિવરેલા લોકપાલની જેમ પાંચ પાંડે યાચકને રત્ન વડે સંતોષતા હતા, તેમના માર્ગનું અનુસરણ કરવાની તીવ્ર ઈચ્છાવાળી દ્રૌપદીની સાથે દીક્ષા લેવાને માટે ચાલ્યા, નગરની સ્ત્રીઓના અશ્રુજલકણ સહિત લાજકણને ગ્રહણ કરતાં પાંડ બહારના ઉદ્યાનમાં આવ્યા, ત્યાં હાથી ઉપરથી ઉતરીને રાજચિન્હ છડી, દ્રૌપદી સહિત પાંચે પાંડે ધર્મઘોષ મુનિની પાસે આવી ઉભા રહ્યા, મુનિના પગ પકડીને “આપ આપના હાથે દીક્ષા આપી અમારા મસ્તકને પવિત્ર બનાવે, આ પ્રમાણે પાંડેએ મુનિને વિનંતી કરી, ભગવાન નેમિનાથના પ્રતિનિધિ બનીને દ્રૌપદી સહિત પાંડવોને દીક્ષા આપી, તે વખતે પાંડના હર્ષોન્માદથી પાપ નષ્ટ થવા લાગ્યા, તેમના અંતરમાં ભાવ રહેંટ એવી રીતે ફરવા લાગે કે જેનાથી આનંદા