________________
૪૮૬ ]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય
નાશ કર્યાં, ધર્મરાજની શાંતિરૂપી જલની ખાઈમાં બધા જ આત્મશત્રુએ ડુબી ગયા, ભીમના બળથી દુર્ગંધન વિગેરે શત્રુએ જેમ નાશ પામ્યા હતા. તેવી રીતે કામાદિ શત્રુઓને પણ નાશ કર્યાં, ભીમે ામારૂપી ગદાથી આંતર શત્રુઓને મારી નાખ્યા, અર્જુન મુનિએ તપરૂપી ગાંડીવનુ' તાંડવ એવી રીતે વિજયી બનાવ્યુ` કે જેનાથી જૈનાગમ ઉપદ્રપ રહિત બનીને વ્યવસ્થિત ખની ગયું. પ્રશમરૂપી ખાણુથી સમતારૂપ રાધાના વેષ કરી પરમાનંદ સંપત્તિને પેાતાના હાથમાં રાખી,અર્જુન મુનિના ધ્યાનાગ્નિએ ક્રોધાગ્નિને બાળી નાખ્યા, નકુલમુનિના તપસમુદ્રમાંથી નીકળેલ શમામૃતનું પાન કરીને અનુપમ આસ્વાદથી દેવતાએ આનંદ પામ્યા, બધા મુનિએમાં સહુદેવ અધિક આગળ વધ્યા, જેમના તપઃસૂર્યથી જ્ઞાનરૂપી ચંદ્રમા અધિક પ્રકાશમાન થયા, પહેલાં પાંડવોએ દુર્યોધન વિગેરે સૌ શત્રુએને જીત્યા હતા. હવે તેએને આ કર્મો જીતવાની પ્રબળ ભાવના હતી, ત્યારમાદ ભીમ મુનિએ ભીષણ અભિગ્રહ ધારણ કર્યો કે ઉચ્છવૃત્તિથી છ મહિના સુધી મારૂં' જીવન ચલાવુ'. છ મહિનાના અભિગ્રહ પૂર્ણ થયા, ત્યારબાદ પ્રત્યેક સ્થાનમાં, ગામમાં, નગરમાં, માર્ગ માં કે જંગલમાં જૈનધર્મના વિજયધ્વજ ફરકાવતા હતા, કાયાની શુશ્રુષા તજી ઈ પાંડવા વિહાર કરવા લાગ્યા.. દરરાજ વિહાર કરનારા પાંડવો વિચરતા વિચરતા એક દિવસ તુંગીપર્યંતની પાસે આવ્યા, તે પર્યંતના વનમાં ધ ઘાષમુનિનું આગમન સાંભળી આનંઢ પામેલા પાંડવે