________________
૪૫ર]
| [પાંડવ ચરિત્ર મહાકાવ્ય
છું કે મારું મન આપના ચરણકમલની સેવનામાં હંમેશાં સ્થિર રહે. તમને મેળવ્યા પછી મને કઈ વસ્તુની ઈચ્છા નથી, કલ્પવૃક્ષને છોડી કેરડાની સેવા કેણ કરે ? આપના ચારણની રજ જે આત્મા પોતાના મસ્તક ઉપર મૂકે છે તેને નરેન્દ્ર, નાગેન્દ્ર અને દેવેન્દ્રની સંપત્તિઓની પ્રાપ્તિ થાય છે. આપની ગંભીરતા પણ અલૌકિક છે. રાજીમતીને છેડી દેવાથી આપને સ્ત્રીઓથી પરાડમુખ જાણીને પણ મોક્ષશ્રી આપની ઈચ્છા રાખે છે. તે આપનું સૌભાગ્ય છે. હું આપના ગુણોની સ્તુતિ કરવામાં અસમર્થ છું. કલ્પવૃક્ષ સમાન આપના ચરણ મારા માટે કલ્યાણરૂપી ફળની પ્રાપ્તિ કરાવનારા છે. આ પ્રમાણે સ્તુતિ કરીને યુધિષ્ઠિરે નેમિપ્રભુને નમસ્કાર કર્યા. જેમાંચિત બનેલા યુધિષ્ઠિર પિતાના પિતા તથા ભાઈઓ સહિત ઈન્દ્રની પાછળ બેઠા, ભગવાન નેમિનાથે સંસાર તાપને દૂર કરનાર, ત્રણે લેકનું કલ્યાણ કરનારી, ધર્મદેશના આપી. અહો ! આ સંસાર નામની ભયંકર અટવીને પાર નથી, જેને જીવાત્માઓ અનંતકાળમાં પણ પાર કરી શકવાના નથી, તે ભવાટવીમાં સદાગમ એ જ અમૃતરૂપી કૂપ છે, જે કોઈ આત્મા આ અમૃતનું પાન કરે છે, તે જ આત્માઓ ભવાટવી પાર કરીને શિવપુર પ્રાપ્ત કરે છે. તે અમૃતને કુ સમ્યકત્વ નામને છે. તે કૂવે અનેક પ્રકારના પ્રમાદ– આળસ-અભિમાનરૂપી વિષ વેલડીઓથી ઘેરાયેલું છે. તે અમૃતકૂપ ભાગ્યહીન આત્માઓ જોઈ પણ શકતા નથી. થોડાક પુણ્યશાળી છે આત્મપદેશથી મહાકુપને પ્રાપ્ત