________________
સર્ગઃ ૧૭મે ].
[૪૫૩ કરી અમૃત જલનું પાન કરી, સંધ્યાનરૂપ સરળમાર્ગથી થોડા જ વખતમાં મુક્તિપુરીને પ્રાપ્ત કરે છે. વળી તે જ ભવાટવીમાં મહાકૂપથી થોડે દૂર અજ્ઞાનાદિ પરિવારવાળું મિથ્યાત્વ નામનું સરોવર છે. તે સરોવરમાં કષાના મોજા ઉછળે છે. દરેકની દૃષ્ટિ તે તરફ ખેંચાય છે. તેની નજદીકમાં જ સમસ્ત જગતના જીનું ચિત્ત હરનાર વિષવૃક્ષોથી આચ્છાદિત ભયાનક જંગલ છે. જેને પ્રાપ્ત કરી મૂઢ બુદ્ધિવાળા આત્માઓ મુક્તિપુરીના મુસાફરો હોવા છતાં પણ આગળ વધી શકતા નથી. તે જંગલમાં અત્યંત વિકસિત કામિનીનલિની ઉદ્યાન છે, તેનું વર્ણન શું કરવું? તે વનમાં કામાદિ જલપક્ષીઓ કીડાઓ કરે છે. દરેકના ચિત્તનું હરણ કરે છે. તે સરોવરમાં સ્નાન કરીને સ્વેચ્છાપૂર્વક પાણી પીને જે જે મૂહાત્મા વિષય નામના તીરવૃક્ષોનું આશ્રયણ કરે છે તેમના મનમાં અસાધ્ય “પ્રેમ, નામને મહાભૂત પ્રવેશ કરે છે, તે ભૂત દ્વારા હેરાન થવા છતાં પણ લજ્જારૂપ વસ્ત્રને ત્યાગ કરે છે. પિતાના હિતેચ્છુઓ પ્રત્યે પણ દ્વેષ કરે છે. ગુરૂજનનું અપમાન કરે છે, અસંગત વાતો કરે છે. દીનતા બતાવે છે. અને સતત રીતે ભવાટવીમાં પરિભ્રમણ કરે છે. કષાયાદિ ચાર તેના સર્વસ્વ ધર્મનું હરણ કરે છે, તે ભૂત તેને અનેક પ્રકારે પ્રહાર કરે છે. રાગરૂપી સિંહ તથા શ્રેષરૂપી હાથી પગલે પગલે તેને હેરાન કરે છે. આ પ્રકારે તે મહાટવીમાં પરિભ્રમણ કરતો જીવ અનેક પ્રકારની આપત્તિઓને પ્રાપ્ત કરે છે.