________________
સર્ગઃ ૧૬મો ]
[૪૩૧ કૃષ્ણ પીચકારીથી સત્યભામાને ખૂબ જ હેરાન કરી અને બીજી બધી સ્ત્રીઓ પણ ખૂબ જ હેરાન થઈ ગઈ. કૃષ્ણ રુકિમણીના સ્તન પ્રદેશ ઉપર પીચકારીના પાણીને મારે ચલાવ્યું. રુકિમણી ખૂબ જ હેરાન થઈ ગઈ. પરંતુ બીજી સ્ત્રીઓએ પોતાના કટાક્ષથી કૃષ્ણને હેરાન કર્યા. કૃષ્ણના ઈશારાથી બધી સ્ત્રીઓ મૂંગાર પૂર્વક નેમિકુમારને પીચકારીના પાણી મારવા લાગી. કામદેવને જીતવાવાળા નેમિકુમારે તેમના દ્વારા કરવામાં આવેલ જલઘાતને સ્વીકાર કર્યો. જ્યારે નેમિકુમાર દ્વારા કરવામાં આવેલ પાણીને મારે તે બધા સહન નહિ કરી શકવાથી પાણીમાં સરકી ગયા. નેમિકુમારના પાણીના મારાથી, કંચુકના બંધન તૂટવાથી લજજા પામેલી રૂકિમણી ત્યાંથી ભાગીને બીજા સ્થાનમાં ચાલી ગઈ. નેમિકુમારના અંતરમાં કામનો દીપક પ્રગટાવવા માટે કૃણની સ્ત્રીઓએ અનેક પ્રકારના વિલાસ કર્યા પરંતુ નેમિકુમારના હૃદયમાં કામદેવને જરા પણ સંચાર થયે નહિ. કારણ કે નેમિકુમારના -અંતરમાં પ્રવેશ કરવાથી પિતાને નાશ થવાને છે તેમ કામદેવ જાણતો હતો.
ત્યાર બાદ જાંબુવતીના હાથનું આલંબન લઈને નેમિકુમાર ધીમે ધીમે વાવના કિનારે આવ્યા. કુમારની પાછળ પાછળ વસ્ત્ર બદલાવવાના બહાનાથી પિતાના લાવણ્યને પ્રકાશ કરતી ભીના વચ્ચે તે બધી સ્ત્રીઓ પણ કિનારે આવી. રુકિમણીએ ચંદ્રકિરણ જેવા ઉજજવળ રેશમી વચ્ચે લાવી નેમિકુમારને આપ્યા.