________________
૪૩૨ ]
[ પાંડવ ચરિત્ર મહાકાવ્ય
ત્યાર બાદ સિંહાસન પર બેસાડીને એક ભાભી નેમિકુમારના વાળને બાંધવા લાગી. સુવર્ણ સદેશ અંગવાળી કાઈ રમણીએ પાણીથી ભીજાએલા વસ્ત્રના છેડાથી હવા નાંખવા માંડી. ત્યાર બાદ ઘણી સ્ત્રીએ તેમના પગ દેખાવવા લાગી, તે વખતે સત્યભામા એટલી કે કુમાર ! આ સંસાર સ્ત્રીથી શાલે છે. લક્ષ્મીવાન પુરૂષ પણ અર્ધાંગના સિવાય ધૂળ સમાન અસાર છે. મહેન્દ્ર, ચંદ્ર વિગેરેને ઈન્દ્રાણી રાહિણી વિગેરે સ્ત્રીએ પ્રખ્યાત છે. એવા કેાણ હશે કે જે સ્ત્રી સિવાય સુખી હશે ! ઉદાર ગુણા વિના આપના પણ આ રૂપ સૌભાગ્ય યુવાવસ્થા વિગેરે નકામુ છે—દેવ ! ધર્મ, અર્થ, કામ આ ત્રણ પુરૂષા પણ સધર્માંણીના બળ ઉપર વ્યવસ્થિત છે. પુણ્યવાન પુત્ર રત્નની પ્રાપ્તિ પણ સ્ત્રી દ્વારા થાય છે. જે આપની જેમ ત્રણે લેાકમાં પિતાની પ્રતિષ્ઠા વધારે છે. આપના લગ્ન કરવાથી સેાટા લેાભ તા એ છે કે આપના માતાપિતા ભાઈ વિગેરે આન પામશે એટલા માટે હૈ દિયરજી! આપ આપના વિવાહાત્સવ અમને અતાવવાનું વચન આપે। અને શિવાદેવીના મનોરથ રૂપી રથની ઉપર આપના લગ્નથી ધ્વજાનું આરેાપણુ થાય. આ પ્રમાણે તે બધી વિનંતી કરતી હતી તે વખતે ત્યાં કૃષ્ણ આવી પહોંચ્યા અને ખેલ્યા કે ભાઈ, તમે તમારી ભાભીઓને ખુશ કરા ! હું... તી કર છું, એમ સમજીને તમે હજારા અનાદર કરતા નહિ. કેમકે ઋષભદેવ વિગેરે તીર્થંકરે પણ લગ્ન તેા કર્યાં જ હતા.