________________
૪૩૦]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય કુમારમાં વિકાર લાવવાના માટે અશક્તિમાન હવાથી લજજા પામીને વસંત ઋતુ ભાગી ગઈ.
ત્યારબાદ શિરિષ પુષ્પના નિમિત્તે કામદેવનેમિકુમારને જીતવા માટે શસ્ત્રાધ્યક્ષની જેમ ગ્રીષ્મ ઋતુને લઈ આવ્યા. ગ્રીષ્મ ઋતુએ કોધથી લાલ નેત્રથી એવી રીતે જોયું કે જેનાથી અભિમાની સ્ત્રીઓના અભિમાન તૂટી ગયા. સૂર્યના તેજસ્વી પ્રતાપથી સંતપ્ત બનીને વાસુદેવ કૃષ્ણ બધાની સાથે રૈવતક પર્વતના ઉદ્યાન, વાવડીઓમાં જલક્રીડા કરવા માટે ચાલ્યા ગયા. મહાન આત્માઓ પિતાની મર્યાદાને તેડતા નથી અને બધાની વાતને માન્ય કરે છે. તેવી રીતે ભાભીઓ પણ પ્રેમથી નેમિકુમારને ખેંચીને લઈ ગઈ. કૃષ્ણ પિતાના અતઃપુર સહિત વાપીના કિનારા “ઉપર આવ્યા અને વાવડીમાં રહેલા કમળ અને પાણીના તરંગાએ તેમનું સ્વાગત કર્યું. કમળવનમાં ભમતા ભ્રમરેને ગુંજારવથી વાવડીએ સ્વાગત સંગિત વહેતું મૂકયું. ઉદ્યાનપાલએ સુંદર પુષ્પ ગુચ્છથી શ્રી કૃષ્ણ વાસુદેવનું સ્વાગત કર્યું. કૃષ્ણની રુકિમણી આદિ સ્ત્રીઓ દેવ જેવા અંગવાળા પિતાના દિયર નેમિકુમારની પાછળ પાછળ ચાલવા લાગી. કૃષ્ણ આપેલા પુષ્પ ગુચ્છોને તે બધી રાણીએ પોતાના શરીર ઉપર લગાડવા લાગી. નેમિકુમારને હાથ પકડી તે સ્ત્રીઓની સાથે કૃષ્ણ કલહંસની જેમ વાવડીમાં જલક્રીડા માટે ગયા. ત્યાં રત્નમય પીચકારીઓ દ્વારા બધા પરસ્પર જલકીડા કરવા લાગ્યા.