________________
સર્ગ ૧૫]
[જw હતું. દેવતા તથા ગંધર્વોની મંડલી શ્રદ્ધાથી તેઓને પ્રણામ કરી રહી હતી, તે વખતે ગાંગેયમુનિ આનંદમગ્ન હતા. તેમની આંખો નાસિકાના અગ્રભાગ ઉપર સ્થિર હતી.
પિતામહને આ અવસ્થામાં જેઈને પાંડેની આંખે આનંદ અને શેકથી શીતળ અને ગરમ પાણીથી ભરાઈ આવી. રાજાએ મુકુટ, પાદુકા, છત્ર, ચામર, કીરપાણને દૂર કરી દૂરથી પાંચ અભિગમ સાચવ્યા. હાથ જોડી રાજાએ નિષેલિકી પૂર્વક અવગ્રહ કર્યો. ત્રણ પ્રદક્ષિણા દેઈયુધિષ્ઠિર મુનીશ્વરના ચરણમાં પડયા. તેમના વાત્સલ્યનું સ્મરણ કરીને બીજા ચાર ભાઈઓએ પણ તેમના ચરણે ઉપર પિતાનાં મસ્તક મૂક્યાં. તે લોકોએ પોતાના આંસુઓથી ગાંગેયમુનિને પ્રક્ષાલન કર્યું. ભક્તિ ભાવથી વિશુદ્ધ પાંડને મુનીશ્વરે ભવતારક ધર્મલાભ આપ્યો.
પાંડવો પણ હર્ષથી તેમની સામે બેસી ગયા. મુનીશ્વરે નાસિકાના અગ્રભાગથી પિતાના નયનને ખેંચી પાંડ તરફ દષ્ટિપાત કર્યો. મહાન આત્માઓ પરમાર્થમાંજ પિતાના મનને ઉદ્યમી રાખે છે. મુનિપુંગવે જન્મભર ધનુષ્યના સંપર્કથી કર્કશ બનેલા હાથને વારંવાર પાંડની પીઠ ઉપર ફેરવ્યું. - ગાંગેયમુનિની અમૃતમયી દષ્ટિથી શાંતિ અનુભવતા રાજા યુધિષ્ઠિરે વિનંતિ કરી કે પ્રભુ આપના ઉપાસનામય અમૃત સાગરમાં અનેક પાપથી કાદવમાં પડેલો મારો આત્મા પવિત્ર બને, તાત ! મારી તૃષ્ણાએ વિવેક નામના