________________
૪૧૬]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય ખજાનાને લુંટી લઈ રાજ્યની ખાતર મારા ભાઈઓને મેં નાશ કર્યો છે. બંધુવધના પાપથી મેળવેલા આ રાજ્યને ધિક્કાર છે. યશ અને ધર્મને નાશ કરીને મેળવેલી સંપત્તિ તે સંપત્તિ નથી. હાય ! ગાંધારી, ધૃતરાષ્ટ્રને મેં આપેલ દુઃખનું વર્ણન શબ્દથી થઈ શકે તેમ નથી. માટે આપ કાંઈક ઉપદેશ આપી અમને કૃતાર્થ કરે, જેનાથી બાંધવધ્વંસથી પ્રાપ્ત થનાર નરકાવાસથી હું મુક્ત બની જાઉં. પ્રથમ આપે રાજ્યધર્મોચિત ઉપદેશ આપ્યો હતો તે આજે પણ મારા અંતરમાં વિદ્યમાન છે. માટે આપ કૃપા કરીને હમણું પણ એવી જ રીતે ધર્મોપદેશ આપો કે જેથી મારું કલ્યાણ થઈ જાય.
રાજાની વિનંતિ સાંભળી ગાંગેયનિ મુનિએ તેમની તરફ દષ્ટિ કરીને કહ્યું કે પહેલાં તે મેં રાજ્યચિત ઉપદેશ આપ્યું હતું. ઋષિઓને રાચિત ઉપદેશ આપે અનુચિત છે. માટે હમણું ધર્મ મોક્ષને ઉપાય બતાવું છું
દાન, શીલ, તપ, ભાવ એ ચાર ધર્મ છે. ચારે વર્ણને માટે કલ્યાણકારી છે. સ્વર્ગ અને મુક્તિના હેતુરૂપ દાન છે. જેના બળથી ગૃહસ્થ પણ ભવસાગર પાર ઉતરી જાય છે. જેમાં પ્રથમ સુપાત્રદાન છે. જે દાન સદ્દગુરૂએને સમાગમ કરાવે છે. બેધિબીજની પ્રાપ્તિ કરાવે છે. એગ્ય સમયે સુપાત્રને દાન આપવું જોઈએ. જે દાન કર્મથી મુક્ત બનાવીને મોક્ષ અપાવનારૂં છે.