________________
૧૨]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય બહાર આવ્યા. પુત્રોને જોઈ માદ્રી ખૂબ જ હર્ષિત બની અશ્રુ વહાવવા લાગી. વાહનોમાંથી નીચે ઉતરીને માતા પિતાને પાંડે પગે લાગ્યા. માદ્રીએ કુન્તીને નમસ્કાર કર્યા. નગરને અલકાપુરી સમાન ભાયમાન શણગારેલ હતું. યુધિષ્ઠિરને સ્નાન કરાવી સુંદર વસ્ત્રાલંકારથી વિભૂષિત કરી કુન્તીએ તેમના મસ્તક ઉપરથી લવણ ‘ઉતારીને ચારે દિશામાં થોડું થોડું નાખ્યું.
ત્યાર બાદ અિરાવત સમાન હાથી ઉપર ઈન્દ્રની જેમ યુધિષ્ઠિર બેઠા. યુધિષ્ઠિરની સાથે પાંડુરાજા, બાજુમાં કૃષ્ણ, ભીમ વિગેરે ભાઈઓ જુદાં જુદાં હાથી ઉપર બેસીને પાછળ ચાલવા લાગ્યા. નગરના દરેક ચોકમાં, ઝરૂખાઓમાં, ઘરે ઘરમાં માંગલિક ઉપચાર કરતા નગરજને યુધિષ્ઠિર વિગેરેની ઉપર કંકુ, અબિલ, ગુલાલ અને પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. આ પ્રમાણે યુધિષ્ઠિર વિગેરેએ હસ્તિનાપુરમાં પ્રવેશ કર્યો.
મહેલમાં પ્રવેશ કરતી વખતે કુન્તીએ દહીં, દુર્વા, અક્ષત વિગેરેથી મંગળ કર્યું. ત્યાર બાદ પાંડુરાજા તથા કૃષ્ણ યુધિષ્ઠિરને રાજ્ય સિંહાસન ઉપર સ્થાપિત કર્યા. રાજાઓએ ભેટમાં આપેલા હાથીઓની ગર્જનાથી મંગળમય વાદ્યોના અવાજથી હસ્તિનાપુર શબ્દમય બની ગયું. કૃષ્ણ યુધિષ્ઠિરના મસ્તક ઉપર મુગટ પહેરા. પ્રજા યુધિષ્ઠિર ઉપર અનુરાગવાળી બની. કૃષ્ણ યુધિષ્ઠિર જેવા પુત્રરત્નને જન્મ અપાવવા કુતીની ખૂબ જ પ્રશંસા કરી.